બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Life support system Helpful for life

દિલ્હી AIIMS / અરૂણ જેટલીને જે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયાં છે, જાણો તે કઇ રીતે કામ કરે છે

Published By: Dhruv

Last Updated: 07:39 PM, 19 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની હાલત અત્યંત ગંભીર છે. તેઓને લાઇફ સપોર્ટ સિસ્ટમમાં રાખવામાં આવ્યાં છે. અરુણ જેટલીને ECMO અને IABP સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. આ સિસ્ટમ પર એવા જ દર્દીઓને રાખવામાં આવે છે જેમના ફેંફસા અને હૃદય કામ કરવાની સ્થિતિમાં ન હોય. 66 વર્ષીય અરુણ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં દાખલ છે. અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ડોક્ટરની એક ટીમ જેટલીની સ્થિતિ પર નજર રાખી રહી છે.

Arun Jaitley

ત્યારે આખરે શું તમને ખ્યાલ છે કે આખરે આ લાઇફ સપોર્ટ સિસ્ટમ શું છે અને તે કેવી હાલતમાં દર્દીને આમાં રાખવામાં આવે છે. આ સિસ્ટમથી બચવાની સંભાવના કેટલી હોય છે. ત્યારે જાણો તેની વિશેષ ખાસિયતો.

લાઇફ સપોર્ટ સિસ્ટમ વિજ્ઞાનની આધુનિકતમ ચિકિત્સા પ્રણાલીઓમાંથી એક છે કે જેને માનવીના જીવનને બચાવવાની સંભાવનાઓને એક નવું પરિમાણ આપ્યું છે. પ્રેસીડેન્ટ હાર્ટ કેર ફાઉન્ડેશન ઑફ ઇન્ડીયા અને હૃદયરોગ વિશેષજ્ઞ ડૉ. કે કે અગ્રવાલે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, આ તે ટેક્નિક છે કે જેનાંથી દુનિયાભારમાં અત્યાર સુધીમાં લાખો લોકોને કપરી પરિસ્થિતિમાં નવું જીવન આપ્યું છે.

કપરી પરિસ્થિતિ જ્યારે તેમનાં શરીરનાં વિભિન્ન અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું તેમ છતાં પણ તે લાઇફ સપોર્ટ સિસ્ટમની મદદથી રિકવર કરવામાં સફળ રહ્યાં પરંતુ આનાંથી પરત ફરવું એ એટલું સરળ પણ નથી. ડૉ. કે કે અગ્રવાલ તેને ઉદાહરણ તરીકે એવી રીતે સમજાવે છે કે માનો કે જાણે દર્દીનું બ્લડપ્રેશર ઓછું થઇ ગયું તો તેને બૈલુન પંપથી શ્વાસ આપવામાં આવે છે. પરંતુ તેમ છતાં શ્વાસ નથી ચાલી રહ્યો, વેંટિલેટરનો વિકલ્પ અપનાવવામાં આવે છે. જો વેંટિલેટર પણ કામ કરવાનું બંધ કરી દે તો સમસ્યા વધી જાય છે.

delhi AIIMS hospital

એવામાં દર્દીને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવે છે, આ એક પ્રકારનાં અંગ પર ધ્યાન રાખવાનાં આધાર પર જીવન-મોત સામે ઝઝૂમી રહેલ વ્યક્તિને શ્વાસ લેવામાં મદદ કરે છે. ડૉ. અગ્રવાલ જણાવે છે કે આ સિસ્ટમને આધારે વ્યક્તિને બચાવવી એ સરળ થાય છે પરંતુ જે રીતે પૂર્વ મંત્રી કેન્સર જેવી એક અન્ડરલાઇન ડિઝીઝની ઝપેટમાં પણ છે તો એવામાં ચાન્સિસ ઓછાં થઇ જાય છે. તે જણાવે છે કે આવાં મામલાઓમાં રોગીને સામાન્ય અવસ્થામાં લાવવાનું મુશ્કેલ હોય છે.

Life support system

ક્યારે પડે છે જરૂરિયાતઃ
શરીરનાં ત્રણ ભાગ એટલે કે હૃદય, માથું અથવા તો ફેફસાની સ્થિતિ જ્યારે ગંભીર થવા પર પણ આ સિસ્ટમની જરૂરિયાત પડે છે. અનેક વાર નિમોનિયા, ડ્રગ ઓવરડોઝ, બ્લડ ક્લૉટ, સીઓપીડી અથવા સિસ્ટિક ફાઇબ્રોસિસ, ફેફસાઓમાં ઇંજરી અથવા તો અન્ય બીમારીઓને કારણ ફેફસાં નિમ્નતમ સાથ આપે છે. એવામાં આ સિસ્ટમની મદદથી ફેફસાને આ સપોર્ટ સિસ્ટમ મદદ કરે છે. સાથે તે ક્યારેક કર્ડિયક અરેસ્ટ અથવા તો હાર્ટ એટેક થવાં પર પણ હૃદયને સહાયક બનાવવા માટે આ લાઇફ સપોર્ટ સિસ્ટમ આપવી પડે છે. બ્રેન સ્ટ્રોક અથવા તો માથા પર ઇજા થવાથી પણ આ સિસ્ટમ મદદગાર થાય છે.

હૃદયનાં મામલામાં સૌથી પહેલા સીપીઆરની મદદ લેવામાં આવે છે કે જેનાંથી લોહીમાં ઓક્સીજનની માત્રાને સંપૂર્ણ રીતે શરીરમાં પહોંચાડી શકાય. લાઇફ સપોર્ટ સિસ્ટમની મદદથી દિલને દવાઓ અથવા તો અન્ય પ્રણાલીઓથી કામ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. સામાન્યતઃ જોવામાં આવે તો ડાયાલિસિસ પણ લાઇફ સપોર્ટ સિસ્ટમનું ખાસ અંગ કહેવામાં આવશે. આને આધારે કિડનીને મદદ પણ આપવામાં આવે છે. જ્યારે વ્યક્તિની કિડની અંદાજે 80 ટકા સુધી કામ કરવાનું બંધ કરી દે છે તો શરીરની વિષાક્તતાને રોકવામાં ડાયાલિસિસની ખાસ ભૂમિકા હોય છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Delhi AIIMS

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ