lic jeevan umang lic plan for investment lic jeevan labh investment plans of lic
તમારા કામનું /
LICની આ 3 સ્કીમોમાં મળશે બમ્પર ફાયદો! જીવનભર જોરદાર કમાણીની ગેરેન્ટી, સારા રિટર્ન સાથે પૈસા પણ રહેશે સુરક્ષિત
Team VTV07:41 PM, 18 Nov 22
| Updated: 10:17 AM, 25 Nov 22
ઘણી વખત નોકરી કરતા લોકો તેમના પૈસા ક્યાં રોકાણ કરવા તે અંગે ખૂબ જ મૂંઝવણમાં હોય છે. આજે અમે તમને LICની 3 ખાસ યોજનાઓ વિશે જણાવીશું જ્યાં તમે પૈસાનું રોકાણ કરીને સારો નફો કમાઈ શકો છો.
LICની 3 ખાસ યોજનાઓ વિશે જાણો
જેમાં પૈસાનું રોકાણ કરીને કમાઈ શકશો નફો
સારા રિટર્ન સાથે પૈસા પણ રહેશે સુરક્ષિત
ઘણી વખત નોકરીયાત પોતાના પૈસાના રોકાણને લઈને ખૂબ કન્ફ્યુઝનમાં રહે છે કે તે પોતાના પૈસાનું રોકાણ ક્યાં કરે. આજે અમે તમને એલઆઈસીની 3 ખાસ સ્કીમો વિશે...
LICની 3 ખાસ યોજનાઓ વિશે જાણો
જેમાં પૈસાનું રોકાણ કરીને કમાઈ શકશો નફો
સારા રિટર્ન સાથે પૈસા પણ રહેશે સુરક્ષિત
ઘણી વખત નોકરીયાત પોતાના પૈસાના રોકાણને લઈને ખૂબ કન્ફ્યુઝનમાં રહે છે કે તે પોતાના પૈસાનું રોકાણ ક્યાં કરે. આજે અમે તમને એલઆઈસીની 3 ખાસ સ્કીમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર પૈસા લગાવવાથી તમે સારો નફો મેળવી શકો છો. LICની ખાસિયત છે કે તેમાં સારા રિટર્નની સાથે તમારા પૈસા સુરક્ષિત પણ રહે છે.
LIC Jeevan Umang Plan
LICની તરફથી ગ્રાહકોને જીવન ઉમંગ પોલિસીની સુવિધા પણ આપવામાં આવે છે. જેના દ્વારા તમે પોતાની વૃદ્ધા વસ્થા સિક્યોર કરી શકો છો. આ એક પ્રકારનું એન્ડોમેન્ટ પ્લાન છે. જેમાં 3 મહિનાના બાળકથી લઈને 55 વર્ષ સુધીની વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે તમને આખા 100 વર્ષ સુધીનું કવરેજ મળે છે.
જો તમે 26 વર્ષની ઉંમરમાં 4.5 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવર લો છો તો તમને પ્લાનના 8 ટકા રકમ વાર્ષિક મળશે અને તમને 30 વર્ષો સુધી પ્રીમિયમ આપવાનું રહેશે. 31માં વર્ષથી તમને 36000 રૂપિયા મળવાના શરૂ થઈ જાય છે.
LIC Tech Term Plan
LIC દ્વારા ગ્રાહકોને ટેક ટર્મ પ્લાનની સુવિધા પણ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ એક રિસ્ક પ્રીમિયમ પ્લાન છે, જેને તમે 18 વર્ષથી 65 વર્ષની ઉંમર સુધી ખરીદી શકો છો. આ યોજનાના કવરેજ માટે મહત્તમ વય મર્યાદા 80 વર્ષ રાખવામાં આવી છે. તમે આ પ્લાન 10 વર્ષથી 40 વર્ષ સુધી ખરીદી શકો છો.
LIC Jeevan Labh Policy
આ સિવાય LIC ગ્રાહકોને જીવન લાભ પોલિસી પણ પ્રદાન કરે છે. આમાં ઓછામાં ઓછું 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે, જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ સિવાય તમને ટેક્સ બેનિફિટ અને ડેથ બેનિફિટની સુવિધા પણ મળે છે. તમે આ પ્લાનને 16 વર્ષથી 25 વર્ષ સુધી લઈ શકો છો.