બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / lic-bail-out-sick-idbi-bank-puts-risk-on-policy-premium-of-common-man

NULL / સંકટમાં LIC મોદી સરકારના આ પગલાંથી ક્યાંક ડૂબી ના જાય તમારા વીમાની રકમ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કેન્દ્ર સરકાર દેશમાં સરકારી બેંકોની સામે ઉભી NPA (NPA- Non Performing Assets)ની સમસ્યા દૂર કરવા માટે નવી કવાયત શરૂ કરી છે. વર્ષની શરૂઆતમાં બેંકોને NPAથી મુક્ત કરવા માટે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે 2.1 લાખ કરોડ રૂપિયાના રિકેપિટલાઈઝેશન પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે. હવે તે સૌથી વધુ એનપીએનો અનુપાત ધરાવતી IDBI બેંકને દેશની સૌથી મોટી ઈન્શ્યોરન્સ કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ને હવાલે કરવાની તૈયારીમાં છે. 

LICમાં દેશની મોટાભાગની જનતાની જમા મૂડી છે અને તે દર વર્ષે પોતાની બચતમાંથી હજારો-લાખો રૂપિયા કાઢીને LICની પોલિસીમાં રોકે છે. આ નાણાંના સહારે રોકાણકાર વ્યક્તિનું અને તેના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રહે છે. પરંતુ હવે કેન્દ્ર સરકાર એક બેંકને બચાવવાની કવાયતમાં તેની LICને સોંપણી કરી રહી છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે દર વર્ષે જે નાણાં LICની પોલિસીમાં પ્રીમિયમ તરીકે જમા કરે છે અને તેનો ઉપયોગ બેંકને ડૂબતા બચાવી શકશે.

સવાલ શું ? 

પરંતુ સવાલ એ છે કે શું આ નિર્ણય દેશના LICના ગ્રાહકોના હિતમાં છે? શું કેન્દ્ર સરકારનો આ નિર્ણય એ વાતની ગેરેન્ટી આપે છે કે આમ કરવાથી IDBIની NPAની સમસ્યા દૂર થઈ જશે? આખરમાં શું આ નિર્ણયથી LICના ગ્રાહકો દ્વારા તેમના જીવનકાળનું સૌથી મોટું રોકાણ સુરક્ષિત રહેશે ? 

હાલમાં શું છે IDBI બેંકની સ્થિતિ:

હાલ દેશની 21 સરકારી બેંકોમાં સામેલ IDBI બેંકમાં કેન્દ્ર સરકારની 85% હિસ્સેદારી છે.નાણાંકીય વર્ષ 2018 દરમિયાન કેન્દ્ર સરકારે પોતાના રિકેપિટલાઈઝેશન પ્રોગ્રામ હેઠળ બેંકની મદદ કરવા માટે 10 હજાર 610 કરોડ રૂપિયા નાખ્યા છે. તો IDBI બેંક દેશની બીમારુ સરકારી બેંકોમાં સૌથી વધારે NPA અનુપાતવાળી બેંક છે.

ગત કેટલાક વર્ષો દરમિયાન બેંકિંગના સુધારના નામ પર કેન્દ્ર સરકાર બિમાર પડેલા સરકારી બેંકોમાં પોતાની હિસ્સેદારી પૂરી કરવા માટેની રણનીતિ પર કામ કર્યુ છે. આ રણનીતિ હેઠળ IDBIvની હિસ્સેદારી ઓછી કરવાના કેન્દ્ર સરકારના માટે સૌથી સરળ છે કેમકે IDBI બેંક નેશનલાઇઝેશન એક્ટરની હેઠળ નહી આવે અને હિસ્સેદારી ઓછી કરવા માટે કોઇ કાયદાકીય અડચણોનો સામનો નહી કરવો પડે.

ત્યારે બીજી તરફ જીવન બીમા કંપની LIC લાંબા સમયથી બેંકિંગ કારોબારમાં જગ્યા બનાવવા ઇચ્છે છે. આ પાછળનું  મોટા કારણ તેમાં પડેલું કેપિટલ છે જે દેશભરમાં LICની પૉલીસિ દ્વારા પ્રીમિયમ એકત્ર કરવામાં આવે છે. જોકે પૂર્વમાં કેન્દ્ર સરકારના LIC પાસેવા રહેલા રોકડથી વધારે કમાણી કરવા પર તેને શેર બજારમાં નિવેશ કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણયમાં LICના ગ્રાહકોની જમા પૂંજી પર ખતરો વધી ગયો હતો.

ત્યારે LIC બેંકિંગમાં એન્ટ્રી માટે પૂર્વમાં ન તો માત્ર IDBI પરંતુ લગભગ તમામ સરકારી બેંકોના કેટલાક હિસ્સેદારી ખરીદી બેઠી  છે. જોકે હાલના સમમયાં જ્યારે કેન્દ્ર સરકાર બેંકિંગ સુધારના નામ પર IDBI હિસ્સેદારી છોડવાની કવાયત કરી રહી છે તો LIC પાસે પણ આ મૌકો પોતાના એક બેંક તૈયાર કરવા માટે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ