બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / લગ્ન પછી પત્ની પાસે પૈસા ન માગતા, થશે 5 વર્ષની સજા, જાણો કાયદો

તમારા કામનું / લગ્ન પછી પત્ની પાસે પૈસા ન માગતા, થશે 5 વર્ષની સજા, જાણો કાયદો

Dhwani Lakhani

Last Updated: 08:00 AM, 20 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહેજ પ્રથા એક સામાજિક દુષણ છે જે હજુ પણ ભારતીય સમાજમાં ઊંડે સુધી ફેલાયેલી છે. જોકે, ભારતમાં દહેજ આપવું અને લેવું બંને કાનૂની ગુના માનવામાં આવે છે. અને જો કોઈ દહેજની માંગણી કરે છે તો તે સજાપાત્ર ગુનો બને છે.

Legal Advice: દરેક દીકરીનું સ્વપ્ન હોય છે કે તે લગ્ન કરીને પોતાના જીવનસાથી સાથે પોતાનું જીવન વિતાવે. એક તરફ દીકરી લગ્નની તૈયારી કરી રહી હોય છે, તો બીજી તરફ તેનો પરિવાર લગ્નની ખુશી કરતાં કેટલું સોનું આપવું, કેટલું રોકડ આપવી, કઈ કાર આપવી અને ફર્નિચર આપવું તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. જરા વિચારો, લગ્ન જેવો ખુશ પ્રસંગ ઘણીવાર દીકરીના માતા-પિતા માટે બોજ બની જાય છે, કારણ કે દીકરીની સાથે, તેમને લાખોનું દહેજ પણ આપવું પડે છે, જેને છોકરાના પરિવારની ભાષામાં ભેટ કહે છે.

દહેજ એ એક સોદો છે જે એક ગુનો પણ છે

દહેજ એ ફક્ત પૈસા કે ભેટનો વ્યવહાર નથી. હકીકતમાં, એ છોકરીના લગ્ન કરાવવા પર લગાવવામાં આવતી કિંમત છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઊભો થાય છે કે છોકરીના માતા-પિતા દ્વારા તેને આપવામાં આવતી શિક્ષણનો કોઈ ફાયદો નથી. આજકાલ, દીકરીઓ લગ્ન એટલે દહેજ એમ વિચારીને લાચારી અનુભવવા લાગી છે. ભારતમાં, દીકરીઓ ઘણીવાર બાળપણથી સાંભળે છે કે છોકરી હોવાથી, તેના લગ્ન માટે કંઈક બચાવવું પડે છે.

મહિલાઓને ત્રાસ દબાણનો સામનો કરવો પડે છે

હાલના સમયમાં મહિલાઓ પણ પુરુષની જેમ જ પગભર બની છે અને સમાજમાં પણ તેનું સ્થાન વધ્યું છે, જો કે લગ્ન પછીનાં સંબંધોમાં મહિલાઓના અનેક કિસ્સાઓમાં હક અને સન્માનના બદલે તેને શોષણ, ત્રાસ અને દબાણનો સામનો કરવો પડે છે. દહેજની માંગણી અને ઘરેલું અત્યાચાર એ પાપ માત્ર સમાજ સામે નહીં, કાયદા સામે પણ ગુનાહિત કૃત્ય છે. આવા ત્રાસ સામે કાયદો મહિલાઓના ધીરજભર્યા અવાજ સાથે મજબૂત રીતે ઊભો છે.

દહેજ રોકવા માટે કાયદો પણ છે

દહેજ આપવું અને લેવું એ કાયદેસર રીતે ગુનો છે. દહેજનો અંત લાવવા માટે, ભારત સરકારે દહેજ પ્રતિબંધ કાયદો, 1961 બનાવ્યો છે. જેમાં વધુમાં વધુ પાંચ વર્ષની કેદ અને ઓછામાં ઓછા પંદર હજાર રૂપિયાની જરિમાના જોગવાઈ છે. આ કાયદાનો હેતુ સજા કરવાનો નથી, પરંતુ મહિલાઓના ગૌરવ અને સુરક્ષાને કાનૂની અધિકાર આપવાનો છે.

વધુ વાંચો : ઘર ખરીદતા પહેલા આ 12 વસ્તુઓ ચેક કરવાનું ના ભૂલતા, નહીં તો પસ્તાશો

અહીં દીકરીઓ ખાસ કરીને પરિણિત મહિલાઓએ નોંધવા જેવી બાબત એ છે કે, દહેજ માટે ત્રાસ આપવામાં આવે તો સીધી ફરિયાદ પોલીસમાં નોંધાવી શકાય છે. પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પહેલાંથી મંજુરી લેવી પડે એવી કોઈ શરત નથી. જો નવા અમલમાં આવેલા “ભારતીય ન્યાય સંહિતા, 2023” કાયદા મુજબ હવે અગાઉની કલમ 498(A)ને બદલે નવી કલમ 84 લાગુ પડે છે, જેમાં આ ગુનાને જામીન અયોગ્ય ગણવામાં આવે છે અને દોષિત સાબિત થનારને ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ અથવા બંને થઈ શકે છે. પોલીસ ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ કરી શકે છે અને ધરપકડ પણ શક્ય બને છે.

દહેજનો ત્રાસ ફક્ત શારીરિક નહીં પણ ઘરમાં મહિલાઓના આત્મસન્માન, આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ ઉપર સીધો હુમલો છે. આ માટે એક અલગ કાયદો પણ અમલમાં છે, જેમાં ઘરેલું હિંસા પ્રતિબંધ અધિનિયમ, 2005 પણ છે, આ કાયદા મુજબ, ત્રાસ ફક્ત મારામારી નહીં, પણ માનસિક અને નાણાકીય દમન, સંબંધો ઉપર શંકા, ત્રીજા સંબંધો વડે અપમાન કે મહિલાને સામાજિક રીતે કટાક્ષની સ્થિતિમાં મૂકવો પણ આવરી લે છે.

વધુ વાંચો : જો કાનૂની કાર્યવાહીમાં પોલીસ સહકાર ન આપે તો શું કરવું?, જાણો એક્સપર્ટ પાસેથી

મહિલાઓ આ કાયદાની મદદથી મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી શકે છે અને નીચે મુજબ કાયદેસર હકો મેળવી શકે છે

  • પતિ અથવા સાસરિયાં દ્વારા ઘરમાંથી કાઢી મૂકવાની ના પડે તેવી નિવાસની સુરક્ષા
  • પોતાની જરૂરિયાતો કે સંતાન માટે આર્થિક સહાય / ભથ્થાં
  • જો જાનનો ભય હોય તો દુરગમનથી સુરક્ષા હુકમ
  • કાઉન્સેલિંગ અને તબીબી સહાય, જેથી પુનઃ આત્મવિશ્વાસ સ્થાપિત થઈ શકે

ઘરેલું હિંસા વિરોધી કાયદાની ખાસિયત એ છે કે તે નાગરિક કાયદો હોવા છતાં, તાત્કાલિક સુરક્ષા આપવાની સંપૂર્ણ શક્તિ ધરાવે છે. આવા દરેક કાયદાઓના મૂળમાં એક જ સંદેશ છે. મહિલા કોઇ પણ સ્થિતિમાં પીડિત રહે તે કાયદો સહન કરશે નહીં. દહેજની માંગ, ઘરમાં ત્રાસ, અપમાન અને દમન સામે હવે કાયદો મહિલાની ઢાલ બની ઊભો રહ્યો છે. દહેજ એ “વ્યવહાર” નહીં, પણ સમાજ વિરુદ્ધનો અપરાધ છે. સમાજે પણ હવે સ્ત્રીના આ અવાજને દબાવવા નહી પણ તેની સાથે ઊભા રહીને અંધશ્રદ્ધા સામે લડવું પડશે.

વધુ વાંચો : કાનૂની નોટિસ મળે તો ગભરાઈ ન જતા, જાણો એક્સપર્ટ પાસેથી શું કરવું અને શું ન કરવું?

સ્ત્રીઓ માટે સૌથી મોટો સંદેશ એ છે કે હવે તમે માત્ર પીડિત નહી પણ તમે કાયદાની નજરે હક્કદાર છો, અવાજદાર છો અને સંરક્ષિત છો. દહેજ માગવી એ માત્ર દુરાચાર નહીં એ કાયદેસર ગુનો છે. ઘરમાં ત્રાસ આપવો એ વ્યક્તિગત લડાઈ નહીં, પણ સમાજ વિરુદ્ધનો અપરાધ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Legal Advice Indian Law Dowry
Dhwani Lakhani

Dhwani Lakhani is practicing lawyer at Gujarat High Court and state courts, and author of this article, passionately promoting legal awareness through media and platforms.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ