બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / કંડલા પોર્ટની જમીન પરના દબાણો હટાવવા બહાર પડાયેલું ટેન્ડર વિવાદમાં? મામલો કરોડોમાં

સળગતા સવાલ / કંડલા પોર્ટની જમીન પરના દબાણો હટાવવા બહાર પડાયેલું ટેન્ડર વિવાદમાં? મામલો કરોડોમાં

Bharatsinh Chauhan

Last Updated: 02:21 PM, 14 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kandla Deendayal Port Tender : કચ્છનું કંડલા પોર્ટ (દિન દયાળ પોર્ટ) ફરીવાર ચર્ચામાં આવ્યું છે. કારણ કે મામલો છે જમીન પર દબાણ હટાવવા બહાર પડાયેલા કરોડોના ટેન્ડરનો. ત્યારે જાણીએ કે શું છે સમગ્ર વિવાદ?

કચ્છનું કંડલા પોર્ટ (દિન દયાળ પોર્ટ) કે જે ગુજરાત નહીં, ભારતભરમાં જાણીતું છે. પરંતુ ત્યાંની જમીન પર દબાણ હટાવ્યાનો મામલો ભારે ગરમાયો છે. કારણ કે 5000 એકર જમીન ખાલી કરાવવા કરોડોનું ટેન્ડર પાડવામાં આવ્યું. આ ટેન્ડર પ્રક્રિયા ઓફલાઈન કરાઈ. જેની ચર્ચાએ અનેક સવાલો ઊભા કર્યા. જેવી કે, પોર્ટના અધિકારીઓ દ્વારા માત્ર ચાર જેટલી જ ખાનગી કંપનીઓને ટેન્ડર બીડ ભરવા આમંત્રણ આપવામાં આવ્યું હોવાની ચર્ચા. કામ કરવા પોર્ટ નોમ્સ મુજબના જે ઠેકેદાર જોઈએ જે ચાર જ કેમ?

સાથે નવાઇની વાત તો એ છે કે આજના આ ડિજિટલ જમાનામાં આટલું મોટું કરોડોનું ટેન્ડર બહાર પડાયું, તો તે ઓફલાઈન પદ્ધતિથી કેમ બહાર પડાયું? ઓનલાઇન કેમ નહીં? એક આ ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે, કરોડો રૂપિયાનું ટેન્ડર ઓફલાઈન કરાવીને દિન દયાળ પોર્ટના અધિકારીઓ ફાયદો કોને કરાવી રહ્યાં છે? શું આમાં કોઇ મળતિયાઓ સુધી મલાઇ પહોંચાડવા ટેન્ડરની ઓફલાઇન પ્રક્રિયા હાથ ધરાઇ જેવાં પ્રશ્ન હવે ઊભા થઇ રહ્યાં છે. શું આમાં કોઇ રાજકીય નેતાઓની તો સાંઠગાંઠ નથી ને?

તમને જણાવી દઇએ કે, કંડલા પોર્ટ (Kandla Port) વીરાથી જંગી ગામની એ જગ્યાઓ પર મીઠાના ગેરકાયદેસર પાણા બનેલા છે, તે પાણા દૂર કરવા રૂ. 15 કરોડ જેટલા ખર્ચની ટેન્ડરમાં જોગવાઈ કરવામાં આવી. પ્રતિ એકર 30 હજાર રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો. ત્યારે અહીં સવાલ એ થઇ રહ્યો છે કે, સરકારી જમીન ખાલી કરાવવાની તમામ જવાબદારી એક ખાનગી કંપની કેમ ઉઠાવશે? શું કંડલા પોર્ટના અધિકારીઓ ખાનગીકરણ તરફ આગેકૂચ કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે?

આ પણ વાંચો : PM મોદી પણ અહીં ઝુકાવે છે શિશ, રાજવી પરિવાર કરે છે સેવા, નવરાત્રિમાં વાંચો પ્રજ્ઞાચક્ષુઓને આંખો આપતા માતાજીની વાત

શું કહ્યું કંડલા દીન દયાળ પોર્ટ ના PRO ઓમપ્રકાશ દાદલાનીએ?

કંડલા દીન દયાળ પોર્ટ (Deendayal Port Authority) ના PRO ઓમપ્રકાશ દાદલાનીએ VTV Digital ના પત્રકાર ભરતસિંહ ચૌહાણ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું કે, "અમારી પાસે એ કેટેગરી કોન્ટ્રાક્ટર અને બી કેટેગરીના કોન્ટ્રાક્ટર છે. એ કેટેગરી એટલે 100 કરોડથી વધારેનું કામ કરનાર, જેમાં 5-7 પાર્ટી હોય અને બી કેટેગરી કે સમજો એ 50 કરોડથી વધારે વાળી હોય. તો એમાં ઓછી પાર્ટી હોય. આ કામ મોટું છે, 15 crનું. કારણ કે 30000 રૂપિયા પર એકર. એને પોલીસ બંદોબસ્ત એરેન્જ કરવાનું છે, જે ઇક્વિપમેન્ટ છે, એ લોકોનું રહેવાનું-ખાવાનું-પીવાનું. એ બધી વ્યવસ્થા એ લોકોની. એટલે આપણે બેસ પ્રાઇઝ કાઢીએ એવરેજ. તો લગભગ 30000ની આસપાસ થાય. જે લોકોને એન્ટી એન્ક્રોચમેન્ટ ડ્રાઇવમાં વર્ક કરવાનો અનુભવ હોય, આ ટાઇપનો અનુભવ ધરાવતી પાર્ટી ભાગ લઇ શકે છે. આ પ્રકારનો ક્રાયટેરિયા હોય છે. 4 જણાએ પાર્ટીશિપેટ કર્યું છે, એક બીન ગેરંટી આપવાની હોય, 32 લાખ રૂપિયા. તો જે પાર્ટી 32 લાખ રૂપિયા આપીને એન્ટર થયા છે એવી 4 પાર્ટીઓ છે. આપણે 30000 X 5000 એકર કરીએ બેસ પ્રાઇઝના હિસાબથી તો 15 કરોડ રૂપિયા થાય. એપ્રોક્સિમેન્ટ. આ ઓનલાઇન ટેન્ડર ગવર્મેન્ટની વેબસાઇટ www.dindayalport.gov.in પર મૂકવામાં આવેલ છે. બધા જ ટેન્ડર એમાં જ આવતા હોય છે.''

વધુમાં VTV Digital પત્રકાર ભરતસિંહ ચૌહાણે PROને પૂછ્યું કે, ''આપણે પોર્ટ પ્રશાસને દબાણ હટાવવા ખાનગી પેઢીનો આશરો શા માટે લેવો પડે?'' તો PROએ જવાબ આપતા જણાવ્યું કે, ''આપણે રિટેઇલમાં કામ કરતા હોઇએ તો એ મોંઘુ પડતું હોય. અને હોલસેલમાં કામ કરતા હોઇએ તો એ સસ્તું પડતું હોય."
વધુમાં PRO એ જણાવ્યું કે, ''અમે અગાઉ જ્યારે દબાણ હટાવની કામગીરી કરી હતી એ કામગીરી દરમ્યાન અમે 950 એકર જમીન પરનું દબાણ દૂર કર્યું હતું. NGTમાં અમે 6થી 7 દિવસમાં જ 950 એકર એરિયા ક્લિયર કરાવેલો. પરંતુ આ પ્રકારની કામગીરીમાં અમારા ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ રોકાઈ જાય છે. જેથી આ પ્રકારની કામગીરી આઉટસોર્સ કંપની મારફતે કરાવવાનો પોર્ટ પ્રશાસને નિર્ણય કર્યો છે.''


હવે અહીં પ્રશ્ન એ પણ છે કે તો શું લાખો રૂપિયાનો પગાર મેળવતા કંડલા પોર્ટના અધિકારીઓ માત્ર પોતાની AC ચેમ્બરમાં બેસવા માટે જ છે? શું કોઈ સરકારી ટેન્ડર ઓનલાઇન થયા બાદ છેલ્લી તારીખ પછી ઓનલાઇન દેખાતો નહીં હોય...? શું આ ટેન્ડર બાબતે કંડલા પોર્ટ દ્વારા કોઈ જાહેરાત આપવામાં આવી હતી કે નહીં? કારણ કે તમને જણાવી દઇએ કે, કંડલા પોર્ટ જે 15 કરોડનો ખર્ચ કરી રહ્યું છે તે પબ્લિકના જ ટેક્સના રૂપિયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Deendayal Port Tender News દિન દયાળ પોર્ટ ટેન્ડર kandla port news
Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ