ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / સુરતના સમાચાર / Laxmi Mittal demand in surat 11 lakh square meter land to gujarat government

વિકાસ / વિશ્વમાં સ્ટીલ કિંગ ગણાતા ઉદ્યોગપતિએ ગુજરાત સરકાર પાસે 11 લાખ ચો.મી જમીન માંગી, જાણો શેની માટે

Published By: Gayatri

Last Updated: 02:19 PM, 22 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉધોગપતિ લક્ષ્મી મિત્તલે ગુજરાત સરકાર પાસે માંગી જમીન, સુરત જિલ્લામાં અલગ અલગ હેતુથી સરકારી 11,88,389 ચો.મી જમીન માંગી છે. જો કે છેલ્લા બે વર્ષમાં સરકારે માગણી કરેલી જમીન ફાળવી નથી

ADVERTISEMENT

  • ઉધોગપતિ લક્ષ્મી મિત્તલે ગુજરાત સરકાર પાસે માંગી જમીન
  • સુરત જિલ્લામાં અલગ અલગ હેતુની જમીન માગણી કરાઈ 
  • છેલ્લા બે વર્ષમાં સરકારે માગણી કરેલી જમીન ફાળવી નથી

ઉધોગપતિ લક્ષ્મી મિત્તલે ગુજરાત સરકાર પાસે  જમીન માંગી છે. સુરત જિલ્લામાં અલગ અલગ હેતુથી જમીનની માંગણી કરી છે કહેવાય છે કે આ અંગે તેઓ Pm મોદી અને CM રૂપાણી સાથે મીટીંગ કરી ચુક્યા છે પણ તેનું હજુ સુધી તો કોઈ નક્કર પરિણામ નથી આવ્યુ પરંતુ મિત્તલ અહીં હરાજો કરોડનુ રોકાણ કરવા માંગે છે તેવું ઔદ્યોગિક સૂત્રોનું કહેવું છે. 

છેલ્લા બે વર્ષમાં સરકારે માગણી કરેલી જમીન ફાળવી નથી

લક્ષ્મી મિત્તલ દ્વારા વારંવાર માંગણી કરવા છતા તેમને જમીન ફાળવાઈ નથી પરંતુ આ વખતે કદાચ તેમને જમીન મળી શકે. સરકારી 11,88,389 ચો.મી જમીનની માગણી કરી હતી પણ સરકારે છેલ્લા 2 વર્ષથી કોઈ જમીન ફાળવી નથી. 

photo by @CMOGuj

ક્યાં કયાં માંગી જમીન

સુરતમાં બંદર વિભાગ સુરત પોલીસની 1,25,150 ચો.મી જમીનની માગણી કરી હતી. જ્યારે હજીરા ગ્રામ પંચાયત હસ્તકની 44,819 ચો. મી જમીનની માંગી હતી અને નિયામક બંદર વિભાગ હસ્તકની 6,51,737 ચો.મી જમીન માગણી કરવામાં આવી હતી. 

photo by @CMOGuj

લક્ષ્મી મિત્તલે ગુજરાતની લીધી હતી મુલાકાત

વિશ્વના સ્ટીલ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલ ગુજરાતની મુલાકાત લીધી હતી. લક્ષ્મી મિતલે દેશના PM મોદી, CM વિજય રૂપાણી અને DyCM નીતિન પટેલ સાથે અમદાવાદ એરપોર્ટ  પર મુલાકાત કરી છે. સૌ કોઇ તર્ક લગાવી રહ્યું હતુ કે આ મિટીંગ પાછળનું કારણ શુ હશે . આ બેઠક અંગે સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતુ કે મિતલ ગૃપ આગામી સમયમાં ગુજરાતમાં 50 હજાર કરોડનું રોકાણ કરશે

સંકળાયેલા મુદ્દાઓ

cm rupani laxmi mittal લક્ષ્મી મિત્તલ સીએમ રૂપાણી સ્ટીલ કિંગ Laxmi Mittal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ