ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / યુવતીની છેડતી મામલે જૂની અદાવત, કાલોલમાં હિંસક અથડામણ
Last Updated: 04:44 PM, 27 March 2026
ADVERTISEMENT
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં મોડી રાત્રે એક જ સમુદાયના બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણથી સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. યુવતીની છેડતીના મુદ્દે શરૂ થયેલી બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ અને બંને પક્ષ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી શરૂ થઈ ગઈ.
ADVERTISEMENT

ખાટલાનો પણ હથિયાર તરીકે ઉપયોગ કરીને હુમલો કરાયો
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝઘડો એટલો વધ્યો કે લોકો લાકડીઓ, ધોકા, લોખંડના પાઈપ, તગારા અને પથ્થરો જેવા જે કંઈ હાથમાં આવ્યું તેનો ઉપયોગ કરીને એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા. કેટલીક જગ્યાએ તો ખાટલાનો પણ હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
#WATCH अयोध्या के श्री राम जन्मभूमि मंदिर में राम लला का 'सूर्य तिलक' किया गया।
— ANI_HindiNews (@AHindinews) March 27, 2026
(वीडियो सोर्स: डीडी न्यूज़/यूट्यूब) pic.twitter.com/QSzl1NYvTh
ADVERTISEMENT
ધિંગાણાથી આખી સોસાયટીમાં અરાજકતાનો માહોલ
આ ધિંગાણામાં માત્ર યુવાનો જ નહીં પરંતુ વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ સામેલ થઈ ગયા હતા. જેના કારણે પરિસ્થિતિ વધુ બેકાબૂ બની ગઈ હતી. સમગ્ર સોસાયટીમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભય ફેલાયો હતો.
ADVERTISEMENT

ઘટનાનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો ખુલ્લેઆમ એકબીજા પર હુમલો કરતા નજરે પડે છે. અંગત અદાવત અને છેડતીના મુદ્દે થયેલી આ હિંસાએ સ્થાનિક લોકોમાં ચિંતા વધારી છે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપની મહત્વની બેઠક, ઘડાશે રણનીતિ
ADVERTISEMENT
પોલીસે તપાસ શરૂ કરી
પથ્થરમારાની આ ઘટનાની જાણ થતા જ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને તપાસ હાથ ધરી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.