ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપની મહત્વની બેઠક, ઘડાશે રણનીતિ
Last Updated: 03:05 PM, 27 March 2026
ADVERTISEMENT
Local Body Elections: ગાંધીનગર સ્થિત ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) ના મુખ્યાલય ‘કમલમ’ ખાતે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. જેમાં રાજ્યભરના જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠક ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાઈ રહી છે. જ્યાં ચૂંટણીની વ્યૂહરચના, આયોજન અને સંકલન જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થશે. પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં મજબૂત સંગઠન ઉભું કરવા અને ચૂંટણી દરમિયાન સુમેળભર્યો અભિગમ અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠક ભાજપ માટે આગામી રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT

બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે ખાસ આયોજન પર ભાર મુકવામાં આવશે. પાર્ટી દ્વારા આગામી દિવસોમાં દરેક જિલ્લામાં 3-3 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે. જે સેન્સ પ્રક્રિયા અને ઉમેદવારોની પસંદગી માટે મેદાનમાં કામ કરશે. આ નિરીક્ષકો સ્થાનિક સ્તરે કાર્યકરો અને નેતાઓ સાથે ચર્ચા કરીને યોગ્ય ઉમેદવારો પસંદ કરવામાં મદદરૂપ બનશે. સાથે જ ચૂંટણી પહેલા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને મતદાતાઓ સુધી પહોંચ વધારવા માટે વિવિધ કાર્યક્રમોની રૂપરેખા પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેથી સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત થઈ શકે. મંત્રીઓ પોતાના વિભાગોની કામગીરી અને વિકાસના મુદ્દાઓ અંગે માહિતી આપશે. જે ચૂંટણી દરમિયાન મતદાતાઓ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. આ બેઠક દ્વારા ભાજપ સ્થાનિક સ્તરે પોતાની પકડ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને આવનારી ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે વ્યૂહાત્મક આયોજન કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.