ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મારો એ સારો એવું ના રાખતા...'', સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નીતિન પટેલનું મોટું નિવેદન
Last Updated: 01:43 PM, 27 March 2026
ADVERTISEMENT
Nitin Patel Statement : મહેસાણાના કડી ખાતે યોજાયેલા સન્માન સમારોહ દરમિયાન નિતિન પટેલ દ્વારા આપવામાં આવેલ નિવેદનથી સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં નીતિન પટેલ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્ય તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે પોતાના સંબોધનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી કોઈપણ ભલામણ કે વ્યક્તિગત લગાવના આધારે નહીં પરંતુ યોગ્યતા અને કાર્યક્ષમતા પર કરવામાં આવશે.
ADVERTISEMENT
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સૂત્ર “મારો એ સારો નહિ, પરંતુ સારો એ મારો”ને યાદ કરતાં કહ્યું કે, પક્ષ માટે સૌથી મહત્વપૂર્ણ એ છે કે ઉમેદવાર પ્રજામાં લોકપ્રિય હોય, જમીન સાથે જોડાયેલો હોય અને નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય.
ADVERTISEMENT
આગામી સમયમાં રાજ્યભરમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. રાજ્યની ઘણી સંસ્થાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવાથી આગામી ૪૫ દિવસમાં ૧૦,૦૦૦થી વધુ ઉમેદવારો પસંદ કરવાની મોટી જવાબદારી સમિતિ સામે છે. આ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે પાર્ટી સક્રિય રીતે કાર્ય કરી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : પાડોશીના ત્રાસથી સુરતમાં મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, ઉઠ્યાં પોલીસ પર સવાલ
નવી OBC અનામત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જાહેર થયેલા રોસ્ટર મુજબ દરેક બેઠક માટે યોગ્ય ઉમેદવાર શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. પક્ષ તરફથી ખાસ ધ્યાન એ બાબતે રાખવામાં આવી રહ્યું છે કે, ઉમેદવાર નિષ્ઠાવાન, સ્વચ્છ છબી ધરાવતો અને સમાજ સેવા માટે પ્રતિબદ્ધ હોય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ