ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / પાડોશીના ત્રાસથી સુરતમાં મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, ઉઠ્યાં પોલીસ પર સવાલ

ચકચાર / પાડોશીના ત્રાસથી સુરતમાં મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, ઉઠ્યાં પોલીસ પર સવાલ

Published By: Priykant Shrimali

Last Updated: 12:27 PM, 27 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News : પડોશીઓ દ્વારા થતા સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળી એક 32 વર્ષીય મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું

ADVERTISEMENT

Surat News : સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શહેરના પાસોદરા વિસ્તારમાં બનેલી એક ગંભીર ઘટનાએ સૌને વિચારી બનાવવા મજબૂર કર્યા છે. પડોશીઓ દ્વારા થતા સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળી એક 32 વર્ષીય મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ માત્ર એક પરિવાર નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ છેલ્લા છ મહિનાથી મહિલાને તેમના પડોશીઓ તરફથી સતત હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. શરૂઆતમાં સામાન્ય બાબતો જેમ કે કચરો અને બિલ્ડિંગની લોબીની સફાઈને લઈને થયેલો વિવાદ સમય જતાં વધુ ગંભીર બની ગયો. પડોશી મહિલા વારંવાર ફરિયાદીના ઘર આગળ કચરો નાખતી અને અન્ય રહેવાસીઓને પણ તેમના વિરુદ્ધ ઉશ્કેરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મામલો ત્યારે વધુ બગડ્યો જ્યારે મહિલાના પતિએ આ હરકતોનો વીડિયો બનાવી બિલ્ડિંગના વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો. ત્યારબાદ પડોશી પક્ષના સભ્યો દ્વારા ઘેર આવી ધમકીઓ આપવામાં આવી હોવાનો આરોપ છે. મહિલાને શારીરિક નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપવામાં આવી હતી, જેના કારણે તેઓ અને તેમનો પરિવાર સતત ભય અને તણાવમાં જીવતા હતા.

આ પણ વાંચો : ''દીકરી ધીરે-ધીરે વાત કરવાનું શરૂ કરે એટલે...'', આનંદીબેન પટેલની માતા-પિતાને ટકોર

આ તરફ સતત ત્રાસ અને માનસિક દબાણથી કંટાળી મહિલાએ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોતાની વ્યથા વ્યક્ત કરી. વીડિયોમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જો તેમના અથવા તેમના પરિવાર સાથે કંઈ અનિચ્છનીય બને, તો તેના માટે પડોશીઓ જવાબદાર રહેશે. બાદમાં મહિલાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. સદનસીબે, સમયસર સારવાર મળતા તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાના આધારે પોલીસ દ્વારા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. જો સમયસર પગલાં લેવામાં આવ્યા હોત, તો કદાચ આ સ્થિતિ ટાળી શકાય તેમ હતી, તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Neighbor Dispute harassment Surat News

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ