ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ''દીકરી ધીરે-ધીરે વાત કરવાનું શરૂ કરે એટલે...'', આનંદીબેન પટેલની માતા-પિતાને ટકોર
Last Updated: 12:07 PM, 27 March 2026
ADVERTISEMENT
Anandiben Patel Parenting Advice: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલએ હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથાના કાર્યક્રમમાં સંબોધન આપતા સમાજમાં બદલાતી પરિસ્થિતિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને માતા-પિતાને સંદેશ આપ્યો કે આજના સમયમાં બાળકોને સાચવવાની જવાબદારી વધુ વધી ગઈ છે. સમાજમાં બદલાતી જીવનશૈલી અને ટેક્નોલોજીના વધતા પ્રભાવ વચ્ચે બાળકોના સંસ્કાર અને વર્તન અંગે ચિંતાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં માતા-પિતાને સાવચેત રહેવા માટે મહત્વપૂર્ણ મેસેજ આપતા તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી અને મોબાઇલના વધતા ઉપયોગને કારણે બાળકોના વર્તનમાં નાની-નાની બદલાવ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે તે ભવિષ્યમાં મોટા પરિણામો આપી શકે છે.
ADVERTISEMENT
આનંદીબેન પટેલે દીકરીઓના વર્તન અંગે ઉદાહરણ આપતા જણાવ્યું કે જો દીકરી હંમેશા પરિવારની સામે ફોન પર વાત કરતી હોય અને અચાનક તે બીજા રૂમમાં જઈને ધીમે અવાજમાં વાત કરવા લાગે તો માતા-પિતાએ આ બદલાવને ગંભીરતાથી લેવા જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે આ શંકા કરવાનો મુદ્દો નથી. પરંતુ બાળકોના જીવનમાં શું ચાલી રહ્યું છે તે સમજવાનો પ્રયત્ન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો દીકરીના ફોન આવે ત્યારે તે છુપાઈને વાત કરે અથવા ધીમે બોલવાનું શરૂ કરે તો તે સંકેત હોઈ શકે છે કે કંઈક ગરબડ છે. અને તે સમયે માતા-પિતાએ સમજદારીથી માર્ગદર્શન આપવું જોઈએ.
ADVERTISEMENT

તેમણે વધુમાં જણાવ્યું કે આજના યુગમાં બાળકોના મિત્રમંડળ પર પણ નજર રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. મિત્રો હોવું સ્વાભાવિક છે. પરંતુ દરેક મિત્ર સારો હોય તે જરૂરી નથી. તેથી માતા-પિતાએ બાળકોના મિત્રવર્તુળને સમજવું જોઈએ અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. આનંદીબેન પટેલે ખાસ કરીને માતાઓને સંબોધતા કહ્યું કે તેઓએ પોતાના દીકરા-દીકરી પર સમાન રીતે ધ્યાન આપવું જોઈએ અને સંસ્કાર તથા સંવાદ દ્વારા તેમને સાચા માર્ગે દોરી જવા પ્રયત્ન કરવો જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.