ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સોમનાથના ઐતિહાસિક લોગોની 77 વર્ષે બદલી, છવાયો સોશિયલ મીડિયામાં

મોટો ફેરફાર / સોમનાથના ઐતિહાસિક લોગોની 77 વર્ષે બદલી, છવાયો સોશિયલ મીડિયામાં

Published By: Priykant Shrimali

Last Updated: 11:13 AM, 27 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Somnath Temple New Logo : સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે , એપ્રિલથી આ નવો લોગો સત્તાવાર રીતે ઉપયોગમાં લેવામાં આવશે, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Somnath Temple New Logo : સૌરાષ્ટ્રમાં આવેલું પવિત્ર સોમનાથ મંદિર હવે એક નવી ઓળખ સાથે આગળ વધવા જઈ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરનો લોગો 77 વર્ષ પછી બદલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે.

એવું તે શું છે નવા લોગોમાં ?

સૌરાષ્ટ્ર મંદિર ટ્રસ્ટના નવા લોગામાં ખાસ કરીને ત્રિશુલનું પ્રતિક દર્શાવવામાં આવ્યું છે, જે ભગવાન શિવ સાથે જોડાયેલ શક્તિ અને આસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉના લોગામાં મંદિરના સ્તંભની ડિઝાઇન હતી, જ્યારે હવે આધ્યાત્મિકતા અને શક્તિનો વધુ સ્પષ્ટ સંદેશ આપતો ત્રિશુલ મુખ્ય ભાગ બન્યો છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે , એપ્રિલથી આ નવો લોગો સત્તાવાર રીતે ઉપયોગમાં લેવામાં આવશે. મંદિર પરિસરમાં મોટા બોર્ડ્સ પર આ લોગો લગાવવામાં આવશે અને સાથે સાથે ટ્રસ્ટના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ નવી ઓળખ જોવા મળશે.

આ પણ વાંચો : યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPGથી ભરેલું 'જગ વસંત' જહાજ પહોંચ્યું કંડલા

આ બદલાવ માત્ર લોગો પૂરતો મર્યાદિત નથી, પરંતુ મંદિરના આધુનિક વિકાસ અને નવી દિશાનો પણ સંકેત આપે છે. છેલ્લા કેટલાક સમયથી સોમનાથ મંદિર ખાતે વિવિધ વિકાસકાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે, જેના કારણે યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં પણ વધારો થયો છે. ટ્રસ્ટનો આ પ્રયાસ પરંપરા અને આધુનિકતાને સાથે લઈને આગળ વધવાનો છે. નવા લોગો દ્વારા મંદિરની આધ્યાત્મિક ઓળખને વધુ મજબૂત બનાવવા સાથે યુવા પેઢી સાથે જોડાવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Somnath temple new logo Spiritual heritage Gujarat Jyotirlinga Somnath

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ