ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ક્લિનિકલ મેડિકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે કે લોહીમાં ઓક્સિજનની કમી સામાન્ય રીતે ન્યૂમોનિયાના કારણે થાય છે, પરંતુ અન્ય પરિસ્થિતિ પણ તેના માટે જવાબદાર છે. ઓસ્ટ્રેલિયાની મર્ડોક ચિલ્ડ્રન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હામિશ ગ્રાહમે કહ્યું કે નવજાત બાળકોમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. ખાસ કરીને જે બાળકો સમય કરતાં પહેલાં જન્મે છે તેના લોહીમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
જ્યારે આપણે શ્વાસ લઇએ છીએ ત્યારે ઓક્સિજન ફેફસાંથી લાલ રુધિરકણિકાઓ દ્વારા આપણા શરીરના દરેક ભાગમાં જાય છે. જો લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટે તો તેનાથી મૃત્યુનો ખતરો વધે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચાર નવજાત બાળકોમાંથી એક અને 10 અન્ય બીમારીઓથી ગ્રસિત બાળકોમાંથી એક બાળકમાં ઓક્સિજનનું સ્તર ઓછું હતું. જે બાળકોના લોહીમાં ઓક્સિજનનું સ્તર સામાન્ય રહે છે તેની સરખામણીમાં આ બાળકોમાં સમય પહેલાં મૃત્યુનું જોખમ આઠ ગણું વધુ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો