બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Kumbhani played the game and went underground!, Election Commission will investigate
Last Updated: 11:23 PM, 23 April 2024
સુરતનો કિલ્લો ભાજપે સર કર્યો છે. પરંતુ આ બધું પ્લાનિંગ હતું અને કુંભાણી પણ વેચાઈ ગયેલા હતા. આવું અમે નથી કહેતા. પરંતુ વિપક્ષો કહે છે બીજી તરફ ફોર્મ રદ થયા પછી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અને ભાજપમાં જોડાવાની ચર્ચાઓ થઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરતમાં બે દિવસ સુધી રાજકીય ડ્રામા ચાલ્યો. જેમાં પહેલા નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી ખોટી હોવાનું એફિડેવિટ કર્યું. અને કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ્ થઈ ગયું. પરંતુ ફોર્મ રદ થયા પછી નિલેશ કુંભાણી જાણે બજારમાંથી ગાયબ જ થઈ ગયા છે. એવું લાગે છે જાણે ટેકેદારોની જેમ કુંભાણી પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કારણ કે, જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી તો ત્યાં ખંભાતી તાળું જોવા મળ્યું.
માત્ર નિલેશ કુંભાણી જ નહીં પરંતુ તેનો આખો પરિવાર છેલ્લા 3 દિવસથી ગાયબ છે. અને તેઓ ક્યાં છે તે કોઈને નથી ખબર. જોકે ચર્ચાઓ તો એવી પણ શરૂ થઈ છે કે, જોકે આપના કોર્પોરેટર અને કોંગ્રેસે તો કુંભાણી કરોડોમાં વેચાઈ ગયા હોવાના પહેલા જ આક્ષેપ લગાવ્યા છે. બીજી તરફ આજે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’લખેલાં બેનરો લગાવ્યાં હતાં. જોકે કોંગ્રેસ કાર્યકરોના હોબાલાના પગલે પોલીસ દોડતી થઈ હતી. અને મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી.
જે રીતે સુરતમાં બે દિવસ ડ્રામાં ચાલ્યો. તેના પરથી કાંઈક રંધાયાની ગંધ આવી રહી છે. કારણ કે, નિલેશ કુંભાણીનું ફોર્મ ટેકેદારોના કારણે રદ થયું તો બીજા 7 લોકોએ પોતાના ફોર્મ કેમ પરત ખેંચ્યા. તે સૌથી મોટો સવાલ છે. જોકે નિલેષ કુંભાણીના ફોર્મ મુદ્દે તપાસ થશે. તેવું હવે મુખ્ય ચૂંટણી અધિકારી કહી રહ્યા છે. ચૂંટણી પંચ તપાસ કરશે અને તેમાં શું સામે આવશે તે તો નથી ખબર. પરંતુ અહીં સવાલ એ ચોક્કસથી થાય છે કે, જો નિલેશ કુંભાણી કોંગ્રેસના વફાદાર હતા. તો પછી ભૂગર્ભમાં કેમ ઉતરી ગયા..? માત્ર કુંભાણી જ નહીં તેનો પરિવાર પણ કેમ ભૂગર્ભમાં ઉતરી ગયો છે..? જનતાના મનમાં અનેક સવાલો છે ત્યારે આ સવાલોના જવાબો ક્યારે મળે છે તે જોવું રહ્યું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.