બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Can the election be won by the prediction of Bhuwaji Dr. C.J. Chavda's wedlock in discussion

VIDEO / '400 પાર જશે જા..' ભૂવાજીની ભવિષ્યવાણીથી ચૂંટણી જીતી શકાય? ડૉ.સી.જે.ચાવડાનો વેણ-વધાવો ચર્ચામાં

Dinesh

Last Updated: 09:54 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ચૂંટણી જીતવા માટે નેતાઓ ભુવાજીના શરણે પહોંચ્યા છે. નેતાઓ ભુવાજીની ભવિષ્યવાણી માની રહ્યાં છે. કોઈ નેતા ચૂંટણીપ્રચાર ગાયની પૂજા કરીને શરૂ કરે છે.

ભાજપના દિવંગત નેતા અને મોદી સરકારમાં મંત્રી રહેલા અનંત કુમારે એક ઈન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે અમે કોઈને હરાવતા નથી પણ લોકો અમને જીતાડે છે. આ વાતનો સંદર્ભ એટલા માટે બાંધ્યો કારણ કે પોતાની જીત માટે લોકોના મત ઉપર આશા રાખનારા નેતા જીત માટે ભુવાજીના શરણે પહોંચ્યા છે. વાત મહેસાણાની છે કે જ્યા દેવીપુરા ગામમાં સધી ધામ છે અને ત્યાં માતાજીના ભુવા પાસે ભાજપના બંને નેતાઓ પહોંચી ગયા હતા. એક નેતા છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડા અને બીજા નેતા છે મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ. અહીં વ્યક્તિગત આસ્થા સામે ટીકા ટિપ્પણ કરવાનો અર્થ રહેતો નથી પણ નેતાઓ ભુવાજી સામે ધૂણે તો જનતા ઉપર તેની શું અસર થાય તેનો વિચાર જાહેરજીવનની જવાબદાર વ્યક્તિ તરીકે નેતાએ કરવો જ રહ્યો. આવો વિચાર નેતાઓ કરે છે ખરા? 

નેતાજી ભુવાજીના શરણે
ચૂંટણી જીતવા માટે નેતાઓ ભુવાજીના શરણે પહોંચ્યા છે. નેતાઓ ભુવાજીની ભવિષ્યવાણી માની રહ્યાં છે. કોઈ નેતા ચૂંટણીપ્રચાર ગાયની પૂજા કરીને શરૂ કરે છે. સવાલ એ છે કે નેતાને ચૂંટણી કોણ જીતાડે? નેતાના કામ બોલતા હોય તો ભુવાજીને બોલવાની શું જરૂર?

વાંચવા જેવું:  121 કરોડની વસ્તુઓ જપ્ત, ગુજરાતમાં કેટલા મતદારો, ક્યાં સૌથી વધુ, કેવું આયોજન, તમામ પ્રશ્નોનો જવાબ એક ક્લિકમાં

નેતાઓ ચર્ચામાં કેમ?
મહેસાણાના સધી ધામ દેવીપુરામાં ભાજપના બે નેતાઓ પહોંચ્યા છે. ડૉ.સી.જે.ચાવડા અને હરિભાઈ પટેલ દેવીપુરાના દીપા માતાના ભુવાજી પાસે ગયા છે. ડૉ.સી.જે.ચાવડાને ભાજપે વિજાપુર બેઠકથી ટિકિટ આપી છે. હરિભાઈ પટેલને મહેસાણા લોકસભામાંથી મેદાને ઉતાર્યા છે. ભુવાજીએ ભાજપની જીત અંગે ભવિષ્યવાણી કરી છે. ધૂણતા ભુવા પાસે નેતાઓ હાથ જોડીને બેઠા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Dr. C.J. Chavda Election 2024 Lok Sabha Election 2024 નેતા ભુવાજીના શરણે ભુવાજીની ભવિષ્ય Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ