બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Kohli's reaction to Rachin Ravindra's dismissal, the video went viral

RCB vs CSK / IPLની પ્રથમ મેચમાં વિવાદ! રચિન રવિન્દ્રને આઉટ કરવા પર વિરાટ કોહલીએ આપી આવી પ્રતિક્રિયા, Video થયો વાયરલ

Megha

Last Updated: 03:09 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CSKના ઓપનર રચિન રવિન્દ્રને આઉટ કરીને પેવેલિયનમાં મોકલ્યો ત્યારે વિરાટ કોહલીની પ્રતિક્રિયા જોવા જેવી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની પહેલી જ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી સિઝનની શરૂઆતની મેચમાં આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવ્યા હતા.

જ્યારે બેંગલુરુની ટીમ આ સ્કોરનો બચાવ કરવા આવી ત્યારે મેદાનમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. જ્યારે RCBના બોલર કર્ણ શર્માએ સાતમી ઓવરના છેલ્લા બોલ પર CSKના ઓપનર રચિન રવિન્દ્રને આઉટ કરીને પેવેલિયનમાં મોકલ્યો ત્યારે વિરાટ કોહલીની પ્રતિક્રિયા જોવા જેવી હતી. રચિન રવિન્દ્ર આઉટ થતાં જ વિરાટ કોહલી તેને કંઈક કહેતો જોવા મળ્યો હતો. જેનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોહલીએ આ દરમિયાન રચિન સાથે દુર્વ્યવહાર કર્યો હતો. રચિનની વિકેટ બેંગલુરુ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે તે મેચને CSK તરફ લઈ જઈ રહ્યો હતો. રવિન્દ્ર 15 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. રજત પાટીદારે શાનદાર કેચ પકડ્યો. જ્યારે રચિન આઉટ થયા બાદ પેવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે વિરાટ કોહલીએ તેને હાથ દ્વારા ઈશારો કરીનને બહાર જવા માટે કહ્યું હતું અને આ દરમિયાન તેણે ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેનને કેટલાક અપશબ્દો પણ કહ્યા હતા, જે કેમેરામાં કેદ થયા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વધુ વાંચો: 'શ્વાસ તો લેવા દે...', ક્રિકેટ રમતા-રમતા મેદાન વચ્ચે વિરાટ કોહલીએ રવિન્દ્ર જાડેજાની મજા લીધી

નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડના નેતૃત્વ હેઠળ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવીને IPL 2024માં અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. 174 રનના ટાર્ગેટનો પીછો કરતા રવિન્દ્ર સિવાય અજિંક્ય રહાણે (27), શિવમ દુબે (34 અણનમ) અને રવિન્દ્ર જાડેજા (17 બોલમાં અણનમ 25) એ CSK માટે બેટિંગ વડે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને માત્ર 18.4 ઓવરમાં જીત મેળવી લીધી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ