બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:00 AM, 22 June 2025
દુકાનદાર, કંપની કે સેવા આપનારી સંસ્થા સામે આપણે 'ગ્રાહક' તરીકે ઊભા છીએ. વસ્તુ કે સેવા માટે આપણે પૈસા ચૂકવીએ ત્યારે આપણે કાયદેસર રીતે ગ્રાહક બનીએ છીએ. પરંતુ આજના સમયમાં પણ જ્યારે આપણું ખોટું બિલ બને, ખરાબ વસ્તુ મળે કે અમાન્ય સેવા મળે ત્યારે મોટા ભાગના લોકો એ વાત જાણતા નથી હોતા કે ગ્રાહક પાસે પણ કાયદેસર હક્ક રહેલા છે.
ADVERTISEMENT
ભારત સરકાર દ્વારા બનાવાયેલો “ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, ૨૦૧૯” એ ગ્રાહકો માટે ઐતિહાસિક પહેેલ છે. આ અધિનિયમ મુજબ જે કોઈ વ્યક્તિ પોતાનાં વ્યક્તિગત ઉપયોગ માટે પૈસા ચૂકવીને માલ કે સેવા લે છે, તે ગ્રાહક તરીકે ઓળખાય છે અને તેને ઘણા મજબૂત કાયદેસર અધિકારો મળેલા છે. આ અધિકારો એવાં છે કે જે ગ્રાહકને છેતરપિંડી સામે રક્ષણ આપે છે, યોગ્ય સેવા મેળવવાનો હક આપે છે અને ગુનાની સામે વળતર મેળવી શકે તે માટે માર્ગ ખોલી આપે છે.
કાયદો એટલું જ નથી કહેતો કે તમને કોઈને વિરુદ્ધ ફરિયાદ કરવાની છૂટ છે, પણ એ પણ સુનિશ્ચિત કરે છે કે તમારી વાત સાંભળવામાં આવે, નિષ્પક્ષપણે તેની તપાસ થાય અને જરૂરી સહાય મેળવવાનો તમારો હક સુનિશ્ચિત થાય. જો તમે કોઈ દૂષિત વસ્તુ ખરીદી હોય, પેકિંગના મુકત ભાવ કરતાં વધુ વસૂલવામાં આવ્યા હોય, કંપનીએ વચન આપ્યા છતાં સેવા પૂરતી ન આપી હોય, તમારા ઉપર ખોટી રીતે માલ ઠેલવામાં આવ્યો હોય તો એ તમામ બાબતોમાં ગ્રાહક કોર્ટમાં ન્યાય માંગવો એક કાયદેસરનો હક છે.
ADVERTISEMENT
આ માટે તમારે સૌથી પહેલા બધા સંબંધિત દસ્તાવેજો જેવા કે બિલ, ચિઠ્ઠી, વોટ્સએપ મેસેજ, ઇમેઇલ અથવા અન્ય કોઈ પુરાવા તૈયાર રાખવા જોઈએ. ત્યારબાદ કચેરીમાં અરજી કરવા માટે તમારે ‘ઈ-દાખિલ’ પોર્ટલ (www.edaakhil.nic.in) પર જઈને ઓનલાઈન અરજી દાખલ કરવાની વ્યવસ્થા પણ આજે ઉપલબ્ધ છે. લેખિત રૂપે પણ અરજી કરી શકાય છે.
વિશેષ ધ્યાન આપવાની બાબત એ છે કે ફરિયાદ ત્યાં કરવાની રહેશે જે સ્થળે વેચાણ થયું હોય કે કંપનીનું કાર્યાલય આવેલું હોય ત્યાંની જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય ગ્રાહક બાબતોની કચેરીમાં ફરીયાદ દાખલ થવી જોઈએ. ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, ૨૦૧૯ પ્રમાણે, જે કોઈ વ્યક્તિ પોતાની વ્યક્તિગત જરૂરિયાત માટે કોઈ પણ માલ કે સેવા માટે પ્રતિફળ રૂપે ચૂકવણી કરે છે, તે વ્યક્તિ "ગ્રાહક" તરીકે ઓળખાય છે. અહીં "માલ" અને "સેવા" શબ્દોનો વ્યાપક અર્થ છે – જે પણ વસ્તુ ખરીદવામાં આવે કે જે સેવા ગ્રાહ્ય હોય, એ બધું આ કાયદાની હદમાં આવે છે.
ADVERTISEMENT
ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, ૨૦૧૯ હેઠળ એક સામાન્ય ગ્રાહકને નીચે મુજબના મુખ્ય છ અધિકારો મળેલા છે, જે માત્ર હકો નથી, પણ ગુનાહિત વ્યવહાર સામે લડવા માટેના કાયદેસર હથિયાર છે:
પ્રથમ હક છે – સુરક્ષાનો અધિકાર
ADVERTISEMENT
અર્થાત્, દરેક ગ્રાહકને ખોટી, નુકસાનકારક કે શંકાસ્પદ ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓથી રક્ષણ મળવું જોઈએ. દૂષિત ભોજન સામગ્રી, અયોગ્ય દવાઓ કે બિનપ્રમાણિત ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ ગ્રાહકના સ્વાસ્થ્ય અને સલામતી માટે જોખમરૂપ બની શકે છે. આવાં સંજોગોમાં ગ્રાહકને એવી વસ્તુઓથી બચવાનો હક આપ્યો છે.
બીજું છે – જાણકારી મેળવવાનો અધિકાર
ADVERTISEMENT
દરેક ગ્રાહકને તે વસ્તુ કે સેવા વિષે સંપૂર્ણ અને સાચી માહિતી મળવી જોઈએ. તેમાં ઉત્પાદન ક્યારે બન્યું, કઈ કંપની દ્વારા બન્યું, તેના ઘટકો શું છે, તેનો સમયગાળો શું છે, કેવી રીતે ઉપયોગ કરવો – આ બધું સ્પષ્ટ રીતે જણાવવાનું ઉત્પાદક કે વેચનારનું ફરજિયાત દાયિત્વ છે.
તૃતીય હક છે – પસંદગીનો અધિકાર
ADVERTISEMENT
કોઈ પણ ગ્રાહકને પોતાની જરૂરિયાત અને પસંદ મુજબ વસ્તુ કે સેવા પસંદ કરવાની સંપૂર્ણ છૂટ હોવી જોઈએ. કોઇ પણ સંસ્થા ગ્રાહકને બાધ્ય રીતે કોઈ પણ ખાસ બ્રાન્ડ કે સેવા પસંદ કરાવવા દબાણ કરી શકે નહીં.
ચોથી બાબત છે – રજુઆત કરવાનો અધિકાર
જો ગ્રાહક સાથે ખરાબ વ્યવહાર થયો હોય, ખરાબ સેવા મળી હોય કે કંપનીએ જવાબદારી ન બજાવી હોય, તો ગ્રાહકને પોતાના મંતવ્યો, ફરિયાદો કે અભિપ્રાય યોગ્ય મંચે રજૂ કરવાનો અધિકાર છે. તેની વાદ-વિવાદ પણ કાયદેસર રીતે સુનાવણી થવી જોઈએ
પાંચમો મહત્વનો હક છે – વળતર મેળવવાનો અધિકાર
ખોટી સેવા, ખામીવાળી વસ્તુ કે છેતરપિંડીથી જ્યારે ગ્રાહકને નુકશાન થાય ત્યારે તેને તેના નુકશાનની ભરપાઈ તરીકે વળતર માગવાનો કાયદેસર હક છે. આ વળતર નાણાકીય હોય, નવા ઉત્પાદનમાં બદલાવ રૂપે હોય અથવા ભાવ ભરપાઈ રૂપે પણ હોઈ શકે છે
છઠ્ઠો અને અત્યંત મૂલ્યવાન હક છે – ગ્રાહક શિક્ષણનો અધિકાર
માત્ર કાયદા તરીકે નહીં, પણ જીવનની આવશ્યકતા તરીકે દરેક ગ્રાહકે પોતાના હકો વિશે માહિતગાર રહેવું જોઈએ. સરકાર અને સંસ્થાઓએ પણ તેના માટે જાગૃતિ ફેલાવવી જોઇએ. ગ્રાહક જાગૃત હોય ત્યાં છેતરપિંડીની શક્યતા નથી હોતી
ફરિયાદ દાખલ કરતી વખતે તમારા દાવાની રકમ તથા નુકશાનીના આકાર મુજબ યોગ્ય સ્તર પસંદ કરવુ પડે છે
ક્યાં ફરિયાદ કરી શકીએ ? – ‘ગ્રાહક ત્રિ-સ્તરિય ન્યાયમંડળ’
દાવાની રકમ કોર્ટ જ્યુરીસડીકશન
₹50 લાખ સુધી જિલ્લા ગ્રાહક ફોરમ (જિલ્લા)
₹50 લાખથી વધુ – ₹2 કરોડ રાજ્ય ગ્રાહક ફોરમ (રાજ્ય)
₹2 કરોડથી વધુ રાષ્ટ્રીય ગ્રાહક પંચ (દિલ્લી)
આ કચેરીઓમાં અરજી કરતા પહેલા તમારે ન્યાયલય ફી ભરવી પડે છે, જે દાવાની રકમ પ્રમાણે નક્કી થાય છે અને જેના નિયમો પણ પોર્ટલ પર જણાવવામાં આવેલા છે. અરજી દાખલ થયા બાદ સવિશેષ સમન જારી થાય છે, જવાબદાર પક્ષને જવાબ આપવા મોકો આપવામાં આવે છે અને બાદમાં પક્ષકારોની દલીલો સાંભળી ન્યાયની દિશામાં નિર્ણય આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સૌથી વધુ ક્યું સારું?, જાણો ક્યાંથી મળશે વધુ રિટર્ન
દુઃખદ છે કે ઘણા વખત તો લોકો ફરિયાદ કરવાની ઝંઝટમાં પડવા માંગતા નથી. પણ સત્ય એ છે કે તમારા જેવો એક માણસ જ જયારે પોતાનાં હકો માટે ઊભો થાય છે ત્યારે આખી વહીવટી વ્યવસ્થાને જવાબદાર બનાવવી શક્ય બને છે. ગ્રાહક હોવું એ એક શક્તિ છે. જે લોકો તમારા અધિકારથી રમે છે તેમને જણાવી દો કે કાયદો તમારા તરફ છે. બસ તમે તેને ઓળખો અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
Dhwani Lakhani is practicing lawyer at Gujarat High Court and state courts, and author of this article, passionately promoting legal awareness through media and platforms.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.