ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સૌથી વધુ ક્યું સારું?, જાણો ક્યાંથી મળશે વધુ રિટર્ન

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સૌથી વધુ ક્યું સારું?, જાણો ક્યાંથી મળશે વધુ રિટર્ન

Last Updated: 01:02 PM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રિટાયરમેન્ટ માટે નાણાંકીય તૈયારી કરવાનો વિચાર કરો છો? તો SIP અને NPS જેવા વિકલ્પોમાંથી પસંદગી કરવી મુશ્કેલ લાગે છે? તો ચાલો જાણીએ બંને વિકલ્પોની ખાસિયતો, ફાયદા અને રિટર્નની માહિતી,જેથી તમે યોગ્ય નિર્ણય લઈ શકો.

1/7

photoStories-logo

1. રિટાયરમેન્ટ પ્લાનિંગ

આજકાલ લોકો પોતાના રિટાયરમેન્ટ પ્લાનિંગ અંગે અગાઉથી વિચારી રહ્યાં છે. માટે કોઈ મ્યુચ્યુઅલ ફંડ SIP કરે છે તો કોઈ NPSને વધુ સારું માને છે. પણ પ્રશ્ન એ છે કે લાંબા ગાળે વધુ રિટર્ન ક્યાં મળશે? અને કયો વિકલ્પ વધુ સુવિધાજનક અને ફાયદાકારક છે? ચાલો જાણીએ તેના વિશે સંપૂર્ણ માહિતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. SIP ના ફાયદા

મ્યુચ્યુઅલ ફંડ SIP માં રોકાણકાર પોતે નક્કી કરી શકે છે કે પૈસા ઇક્વિટી ફંડમાં લગાવવાના છે કે ડેટમાં. જો તમે લાંબા ગાળાની માટે ઇક્વિટી ફંડ પસંદ કરો છો તો દર વર્ષે 10–15% સુધી રિટર્ન મળી શકે છે. જ્યારે NPS માં ઇક્વિટીનો હિસ્સો મર્યાદિત હોય છે. તેથી NPS થી મળતું રિટર્ન સામાન્ય રીતે 8–10% ના વચ્ચે રહે છે. SIP માં રિટર્નનો વિસ્તાર વધુ છે, પણ રિસ્ક પણ થોડું વધારે હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ટેક્સ બચાવવા માટે NPS વધુ ફાયદાકારક

જો તમારો ઉદ્દેશ્ય ટેક્સ બચાવવાનો છે તો NPS એક સારો વિકલ્પ છે. તેમાં તમે 80C હેઠળ રૂપિયા 1.5 લાખ સુધી અને 80CCD(1B) હેઠળ વધારાના રૂપિયા 50,000 સુધીની છૂટ મેળવી શકો છો. એટલે કે કુલ રૂપિયા 2 લાખ સુધીની ટેક્સ બચત. જ્યારે SIP માં ટેક્સ બેનેફિટ ફક્ત ELSS ફંડમાં મળે છે અને તેમાં પણ ફક્ત 80C હેઠળ રૂપિયા 1.5 લાખ સુધી જ છૂટ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. SIP માં રોકાણ બંધ કરવાની સુવિધા

SIP માં તમે જ્યારે ઇચ્છો ત્યારે રોકાણ બંધ કરી શકો છો, પૈસા કાઢી શકો છો અથવા રોકાણની રકમ ઘટાડવી કે વધારવી પસંદ કરી શકો છો. એટલે તમને સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. પણ NPS માં પૈસા કાઢવાની કડક શરતો હોય છે. આખું રોકાણ તમે ફક્ત રિટાયરમેન્ટ સમયે જ કાઢી શકો છો. અને ત્યારે પણ તમને 60% રકમ એક સાથે મળશે, બાકીની 40% થી પેન્શન ખરીદવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કયું કેટલું સુરક્ષિત છે?

NPS સરકારની દેખરેખ હેઠળ ચાલતી યોજના છે અને તેનો ફંડ શેર બજાર સાથે સાથે સરકારી બોન્ડ અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ લગાવવામાં આવે છે. તેથી તેમાં ઉતાર-ચઢાવ ઓછો હોય છે. SIP માં જો તમે ઇક્વિટી ફંડ પસંદ કરો છો તો રિસ્ક વધુ હોય છે, પણ રિટર્ન પણ એ જ પ્રમાણે વધુ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કયું કોના માટે વધુ સારું છે?

જો તમે નોકરીપેશા છો, ટેક્સ બચાવવા ઇચ્છો છો અને રિટાયરમેન્ટ માટે એક સુરક્ષિત અને નિશ્ચિત યોજના ઇચ્છો છો તો NPS તમારા માટે વધુ સારું રહેશે. જો તમે વધુ રિટર્નની શોધમાં છો, થોડું રિસ્ક લઈ શકો છો, અને તમારા લક્ષ્ય મુજબ પૈસા બનાવવા ઇચ્છો છો તો SIP તમારા માટે વધુ સારો વિકલ્પ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. તો શું કરવું? SIP કે NPS?

બંનેનું પોતાની જગ્યાએ મહત્વ છે. તમે ઇચ્છો તો NPS ને તમારી રિટાયરમેન્ટ સુરક્ષા માટેનું આધાર બનાવો અને સાથે SIP દ્વારા જુદા-જુદા લક્ષ્યો માટે પૈસા બનાવો. આથી તમને ટેક્સ બચત, રિટર્ન અને લિક્વિડિટી ત્રણેનો લાભ મળશે. જો તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ અંગે વિચાર કરી રહ્યા હોવ તો તમારા મુજબ યોગ્ય નિર્ણય લો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mutual Fund Retirement Planning NPS vs SIP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ