ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / know why do we celebrate valentine day

તમારા કામનું / વેલેન્ટાઇન ડે તો મનાવો છો પણ એની પાછળનું કારણ શું એ ખબર છે? જાણો આ રસપ્રદ માહિતી

Published By: Jaydeep Shah

Last Updated: 07:20 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંત વેલેન્ટાઈનની વાર્તા પ્રેમ કરવાવાળા દરેક દિલથી અત્યંત નજીક  છે. જાણો આ વાર્તા.

ADVERTISEMENT

Reason Why We Celebrate Valentine Day: દરેક પ્રેમી જોડી વેલેન્ટાઈન વીકની રાહ આખું વર્ષ આતુરતાથી કરે છે. આ ખાસ વીકની શરૂઆત ગુલાબની સુગંધ એટલે કે રોઝ ડેથી થાય છે. કપલ્સ આ દિવસને સ્પેશીયલ બનાવવાથી લઈને પ્રેમીને દિલનો હાલ જણાવવા સુધી, ગુલાબના ફૂલો તથા ચોકલેટનો સહારો લે છે. રોઝ ડે મનાવવા માટે ઘણા કિસ્સાઓ જણાવવામાં આવે છે. જો તમે  ROSE ના અક્ષરોને વ્યવસ્થિત કરો છો તો તે બની જાય છે  'EROS'જે પ્રેમના દેવતા છે. ગ્રીક માઈથોલોજી અનુસાર, પ્રેમની દેવી Venusનું પણ પસંદીદા ફૂલ ગુલાબ છે. પરંતુ સંત વેલેન્ટાઈનની વાર્તા પ્રેમ કરવાવાળા દરેક દિલથી અત્યંત નજીક  છે. 

કોણ હતા સંત વેલેન્ટાઈન?
'ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાજીન' પુસ્તકમાં વેલેન્ટાઈનની વાત મળે છે. વેલેન્ટાઈનનો દિવસ રોમના એક સંત જેમનું નામ વેલેન્ટાઈન હતું, તેમના નામ પર દુનિયાભરમાં મનાવવામાં આવે છે. કહેવાય છે કે રોમના સમ્રાટ કલાઉડીયસના શાસન દરમિયાન સંત વેલેન્ટાઈન દુનિયાભરમાં પ્રેમને વધતો જોવા માંગતા હતા, પરંતુ તેમની આ વાત રાજાને બિલકુલ પણ પસંદ ન હતી. કલાઉડીયસને લાગતું હતું કે રોમના લોકો પોતાની પત્ની તથા પરિવાર સાથે મજબૂત લગાવ હોવાને કારણે સેનામાં ભરતી નથી થઇ રહ્યા. 

સમ્રાટે લગાવી પ્રેમ પર રોક 
લોકો વધારે સંખ્યામાં સેનામાં ભરતી થઇ શકે, એ માટે રાજા કલાઉડીયસએ રોમમાં લગ્ન પર પાબંધી લગાવી દીધી. કલાઉડીયસના આ આદેશનો સંત વેલેન્ટાઈને વિરોધ કરતા અધિકારીઓ તથા સનીકોના લગ્ન કરાવ્યા. સંતના આ વિરોધથી નિરાશ થઈને રાજા કલાઉડીયસે તેમને 14 ફેબ્રુઆરીના દિવસે ફાંસી પર ચઢાવ્યા હતા. માનવામાં આવે છે કે સંત વેલેન્ટાઈનની યાદમાં 14 ફેબ્રુઆરીને 'પ્રેમના દિવસ'ના રૂપમાં મનાવવામાં આવે છે. 

વેલેન્ટાઈન વીક લિસ્ટ 
7 ફેબ્રુઆરી- રોઝ ડે 
8 ફેબ્રુઆરી- પ્રપોઝ ડે 
9 ફેબ્રુઆરી- ચોકલેટ ડે 
10 ફેબ્રુઆરી- ટેડી ડે 
11 ફેબ્રુઆરી- પ્રોમિસ ડે 
12 ફેબ્રુઆરી- હગ ડે 
13 ફેબ્રુઆરી- કિસ ડે 
14 ફેબ્રુઆરી- વેલેન્ટાઈન ડે  

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Valentine's Day વેલેન્ટાઈન ડે Valentines day

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ