બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:21 PM, 25 March 2024
ગુજરાતમાં ટિકિટ ફાળવણીને લઈને હલચલ તેજ છે.. ભાજપ તરફથી 26 બેઠકોની ટિકિટ ફાળવણી પૂર્ણ થઇ ચૂકી છે.. કેટલીક બેઠક ઉપર ઉમેદવારો સામે વિરોધ પણ થયો છે..
વડોદરા, સાબરકાંઠામાં ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. તાજેતરમાં ભાજપે જે યાદી જાહેર કરી તેમાં બાકી રહેતી બેઠકોના હતા ઉમેદવાર હતા, જ્યાં દાવેદારી પરત ખેંચાઈ હતી તે બેઠક ઉપર પણ ઉમેદવાર જાહેર કરી દેવાયા છે.. કોંગ્રેસ તરફથી હજુ ગુજરાતની કેટલીક બેઠક ઉપર ઉમેદવારોની જાહેરાત બાકી છે, જે બેઠકો પર કોંગ્રેસે હજુ ઉમેદવારો જાહેર નથી કર્યા તેમાં
જૂનાગઢ,અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા,નવસારી,મહેસાણા અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
વડોદરા બેઠક પર રંજનબેનના સ્થાને હવે હેમાંગ જોષી
ટિકીટ ફાળવણીમાં વિવાદની વાત કરીએ તો ભાજપે સતત ત્રીજી વાર રંજનબેન ભટ્ટને મેદાને ઉતાર્યા હતા રંજનબેન ભટ્ટ સામે સ્થાનિક સ્તરે અસંતોષ વધારે છે. વડોદરા ભાજપના નેતા જ્યોતિબેન પંડ્યાએ જ રંજનબેનના નામ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. બીજી તરફ ભાજપે જ્યોતિબેનને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા, પરંતુ સ્થાનિક વિરોધને જોતા રંજનબેને ખુદ જ ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી, અંતે ભાજપે અંતે હેમાંગ જોષી ઉપર પસંદગી ઉતારી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.