બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સપનામાં દેવી દુર્ગા જોવા મળે તો અત્યંત શુભ હોય છે. સ્વપ્નશાસ્ત્રનું માનીએ તો જો દેવી મા લાલ રંગના વસ્ત્રોમાં હસતા જોવા મળે તો સમજી લેજો તે તમારી લાઇફમાં બધું સારું થવાનું છે. એ કોઇ પણ ક્ષેત્રમાં હોઇ શકે છે. અવિવાહિતોના લગ્ન થઇ શકે છે. વિવાહિતોને સંતાન સુખ મળી શકે છે. તો બીજી બાજુ બેરોજગારને રોજગાર મળી શકે છે.
સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે જો દેવી ભગવતી વાઘ પર સવાર કરતી જોવા મળે તો આ પણ એક શુભ સંકેત હોય છે. એનો અર્થ હોય છે કે તમારા જીવનમાં ચાલી રહેલો ખરાબ સમય ખતમ થવાનો છે. જલ્દીથી સમય બદલાશે અને તમારી લાઇફમાં બધું સારુ થશે.
ADVERTISEMENT

જો દેવી દુર્ગા તમને સફેદ અને કાળા રંગના કપડામાં જોવા મળે અથવા રડતા અને દુખી જોવા મળે તો એ પણ શુભ સંકેત નથી. એનો અર્થ થાય છે કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે. એવામાં સારું થશે કે તમે દેવીનું સ્મરણ કરો કારણ કે ખરાબ સમયનો સામનો કરવાની હિમ્મત મળે.
ADVERTISEMENT
મા લક્ષ્મીને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્રમાં પણ દેવી લક્ષ્મીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. માન્યતા છે કે જો કોઇને સપનામાં મા લક્ષ્મીના દર્શન થવા ધન લાભનો સંકેત હોય છે. જો વેપાર કરો છો તો એમા પણ નફો થવાનો છે.

ADVERTISEMENT
મા કાલીના દર્શન થવાનો અર્થ શુભ હોતો નથી અને ના અશુભ હોય છે. સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે જો તમે સપનામાં મા કાલીને જુઓ છો તો એનો અર્થ હોય છે કે તમને કોઇ વાતનો ડર છે. તમે કોઇને લઇને ખૂબ પરેશાન છો. જીવનની કોઇ ગુંચળું ઉકેલાતું નથી.
સપનામાં દેવી પાર્વતી જોવા મળે તો અત્યંત શુભ હોય છે. સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે મા પાર્વતીના સ્વપ્નમાં દર્શન આપવાનો અર્થ છે કે તમારા કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.