બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / know the karpur gauram karunavtaram mantra meaning and significance in gujarati

માન્યતા / આ મંત્ર વિના અધૂરી માનવામાં આવે છે પૂજા અને આરતી, ઘરમાં દીવા બત્તી કર્યા બાદ જરૂર કરો જાપ

Vikram Mehta

Last Updated: 04:00 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રોમાં તમામ દેવી દેવતાઓની પૂજામાં અલગ અલગ મંત્રો અને તેમનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ મંત્રોના ઉચ્ચારણનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે.

  • પૂજા સમયે મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે
  • મંત્ર જાપ કરવાથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ થાય છે
  • એક મંત્ર એવો છે, જેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે

હિંદુ સનાતન ધર્મમાં પૂજા સમયે મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તમામ દેવી દેવતાઓની પૂજામાં અલગ અલગ મંત્રો અને તેમનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ મંત્રોના ઉચ્ચારણનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. મંત્ર જાપ કરવાથી શરીરમાં એક પ્રકારની અરેરાટી પસાર થાય છે, જેનાથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ થાય છે. મંદિરોમાં પૂજા કર્યા પછી કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવામાં આવે છે. એક મંત્ર એવો છે, જેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. 

कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् ।
सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि ।।

અર્થાત્ કપૂરની જેમ ગૌર વર્ણવાળા, કરુણાનો અવતાર, સંસારનો સાર છે. જે ગળામાં ભુજંગનો હાર ધારણ કરે છે. તે ભગવાન શિવ અને માઁ ભવાનીને મારા સાક્ષાત્ નમન છે, જેઓ હંમેશા મારા હ્રદયમાં રહે. 
આ મંત્રમાં ભગવાન શિવની સ્તુતિ કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીની પ્રશંસામાં આ મંત્રનું ઉચ્ચારણ કર્યું હતું. 

આ મંત્રનું મહત્ત્વ
મંદિરોમાં પૂજા પછી આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ભગવાન શિવ સ્મશાનના નિવાસી છે, જેઓ શરીર પર ભસ્મ ધારણ કરે છે. આ કારણોસર તેમનું સ્વરૂપ ભયંકર માનવામાં આવે છે. ભગવાન શિવની આ સ્તુતિમાં તેમના સુંદર અને દિવ્ય સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, માતા પાર્વતી સાથે વિવાહ સમયે ભગવાન વિષ્ણુએ આ સ્તુતિનું મનન કર્યું હતું. ભગવાન શિવ દેવોના દેવ છે અને સમગ્ર સંસારનું જીવન મરણ શિવને આધિન છે. આ કારણોસર પૂજા પછી વિશેષરૂપે ભગવાન શિવની આ સ્તુતિ કરવામાં આવે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Shiv Mantra karpur gauram karunavtaram mantra mantra meaning and significance puja mantra પૂજા મંત્ર મંત્રનો જાપ શિવ મંત્ર mantra meaning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ