know temples which are known for their different prasad
ધર્મ /
ઉત્તરથી દક્ષિણ સુધી ભારતના એવા મંદિર, જે પોતાના અનોખા પ્રસાદ માટે છે પ્રસિદ્ધ
Team VTV03:49 PM, 18 Aug 19
| Updated: 03:50 PM, 18 Aug 19
ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. કરોડો ભારતીયોની આસ્થા મંદિરો સાથે જોડાયેલી હોય છે. દેશના દરેક રાજ્યના લોકોની પોતાની અલગ માન્યતાઓ હોય છે. ખાસ વાત એ છે કે તમામ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા અલગ-અલગ પ્રકારનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. દરેક પ્રસાદ સાથે એક માન્યતા જોડાયેલી હોય છે.
અહીં એવા મંદિરો વિશે જણાવીશું, જે પોતાના પ્રસાદ માટે પ્રસિદ્ધ છે. જે પ્રસાદ મામલે ભારતના પૂર્વથી લઇને પશ્ચિમ અને દક્ષિણથી લઇને ઉત્તર સુધી સામેલ છે.
માતા વૈષ્ણોદેવી (કટરા-જમ્મૂ કાશ્મીર)
હિન્દુઓના સૌથી મોટા આસ્થાનું કેન્દ્ર સમાન આ મંદિરમાં ચોખા, નારિયેળ પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે. આ સિવાય પ્રસાદનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ચાંદીનો સિક્કો છે. જે શ્રાઇન બોર્ડ જાહેર કરે છે. આ પ્રસાદ બોર્ડ તરફથી એક જૂટની થેલીમાં આપવામાં આવે છે.
જગન્નાથ મંદિર (ઓરિસ્સા)
સ્કંદ પુરાણ અનુસાર ભગવાન જગન્નાથની પૂજામાં મહાપ્રસાદ, દર્શન અને અનુષ્ઠાનથી ભક્તોનો લગાવ જોવા મળે છે. જગન્નાથ મંદિરનો મહાપ્રસાદ 'અન્ન બ્રહ્મ' રૂપે માનવામાં આવે છે. મંદિરના રસોઇ ઘરમાં ઇંધણમાં લાકડાનો ઉપયોગ કરી માટીના વાસણમાં મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે. ઇતિહાસકારો અનુસાર માનવામાં આવે છે કે, જ્યારે બાષ્પથી પકાવેલું ભોજન ભગવાન માટે માટીના વાસણમાં રાખવામાં આવે છે, ત્યારે ભોજનમાં કોઇ સુગંધ નથી હોતી, પરંતુ જ્યારે ભોજન ચઢાવ્યા બાદ આનંદ બજારમાં લાવવામાં આવે છે તો તેમાંથી અલગ જ સુગંધ મળે છે.
શ્રીનાથજી મંદિર, (નાથદ્વારા- રાજસ્થાન)
રાજસ્થાનના નાથદ્વારામાં સ્થિત આ મંદિર શ્રીનાથ દેવને સમર્પિત છે. અહીંનો પ્રસાદ માથાડી છે. 'થોર' નામની મિઠાઇ પણ ભગવાનને ચઢાવવામાં આવે છે.
તિરુપતિ મંદિર, (આંધ્રપ્રદેશ)
વિશ્વ પ્રસિદ્ધ શ્રીવારી 'લાડુ' તિરુમાલા વેન્કટેસ્વર મંદિરમાં ભગવાન વેન્કટેશ્વરને ચઢાવવામાં આવતો પ્રસાદ છે. આ પ્રથાનો પ્રારંભ ઓગસ્ટ 1715થી પહેલા થયો હતો. ચણાનો લોટ, કાજૂ, ઇલાયચી, ઘી, કિશમિશ, અને ખાંડની સાથે 'પોટૂ' નામની વિશેષ રસોઇથી લાડુ બનાવવામાં આવે છે.
બાંકે બિહારી મંદિર (વૃંદાવન-મથુરા)
વૃંદાવનની પવિત્ર ભૂમિ દૂધ અને તેથી બનતા ઉત્પાદનને લઇને ઓળખવામાં આવે છે. ઘણા લોકો નહીં જાણતા હોય કે ભગવાન શ્રીકૃષ્ણને પીરસવામાં આવેલા પહેલા ભોગને 'બાળ ભોગ' કહેવામાં આવે છે. જેમા કચોરી, બટાટાનું શાક અને લાડુ સામેલ છે.
ચાઇનીઝ કાલી મંદિર (કોલકતા-પ.બંગાળ)
નામથી જાણી શકો છો કે મંદિરમાં દેવીના ચરણોમાં ભોગ રૂપે ચાઇનીઝ નૂડલ્સ, ચૉય સુપ, ચોખા અને શાકના વ્યંજન ચઢાવવામાં આવે છે. કોલકતાના ટાંગરા (ચાઇનાટાઉન) ક્ષેત્રમાં, આ મંદિર અસ્મિતા, એકતા અને સ્વીકૃતિનું ઉત્તમ ઉદાહરણ છે.