બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / KL Rahul's flop show continues, he fails in the third consecutive match in the T20 World Cup, will there be a way out of the team?

ખરાબ પ્રદર્શન / કે એલ રાહુલનો ફ્લોપ શો યથાવત, ટી 20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી મેચમાં પણ ફેલ, શું દેખાડાશે ટીમ બહારનો રસ્તો?

Vishal Khamar

Last Updated: 06:59 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેએલ રાહુલનું બેટ T20 વર્લ્ડ કપ શરુ થતા જ શાંત થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકા સામેની ટુર્નામેન્ટની ત્રીજી મેચમાં પણ ભારતને સારી શરુઆત આપવામાં નિષ્ફળ રહ્યો હતો.

  • કેએલ રાહુલનું બેટ T20 વર્લ્ડ કપ શરૂ થતા જ શાંત થઈ ગયું
  • સા.આફ્રિકા સામે ત્રીજી મેચમાં તેનો દેખાય ખરાબ રહ્યો
  • ત્રણ મેચમાં રાહુલ માત્ર 22 રન જ બનાવી શક્યો

 સારા ફોર્મ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચેલા કેએલ રાહુલનું બેટ T20 વર્લ્ડ કપ શરુ થતા જ શાંત થઈ ગયું છે.  દક્ષિણ આફ્રિકા સામેની ટુર્નામેન્ટની ત્રીજી મેચમાં પણ ભારતને સારી શરુઆત આપવામાં નિષ્ફળ રહ્યો હતો. પાંચમી ઓવરમાં તેણે 14 બોલમાં માત્ર 9 રન બનાવીને ચાલતી પકડી હતી. લુંગી એનગીડીની ઓવરમાં ભારતને બે ઝટકા લાગ્યા. જેમાં પહેલા બોલ પર કપ્તાન રોહિત શર્મા આઉટ થયા અને છેલ્લા બોલ પર રાહુલ આઉટ થયા.

કેવી રીતે આઉટ થયો રાહુલ
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાં પાસે બે વિકલ્પ હતા. પ્રથમ માર્કો યાનસેન અને બીજો લુંગી એનગીડી, એમણે લુંગી એનગીડી પર દાવ લગાવ્યો હતો.  પોતાની પ્રથમ ઓવરના બીજો બોલ પર દક્ષિણ આફ્રિકાના પ્રેસરથી રોહિત શર્માને શોર્ટ બોલ પર આઉટ કર્યા હતા. ત્યારે આ ઝટકામાંથી ટીમ ઇન્ડીયા બહાર આવી ન હતી ત્યાં તો છેલ્લા બોલે બીજી વિકેટ લીધી.

ત્રણ મેચમાં માત્ર 22 રન બનાવ્યા

વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હતી. અહીં નસીમ શાહે તેને માત્ર 4 રનમાં પેવેલિયનનો રસ્તે બતાવ્યો હતો. ગુરુવારે નેધરલેન્ડ સામેની બીજી મેચમાં, તેના બેટમાંથી 9 રન આવ્યા, જ્યારે બોલર પોલ વેન મીકરેનનીં ત્રીજી ઓવરમાં બોલ રાહુલ મધ્યમ ઝડપી બોલ આવતા બોલથી દંગ થઈ ગયો. હવે તે વિશ્વની સૌથી ઝડપી અને ઉછાળવાળી ગણાતી પીચ પર 9 રન બનાવીને આઉટ થયો હતો. એટલે કે ત્રણ મેચમાં રાહુલ માત્ર 22 રન જ બનાવી શક્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket KL Rahul Perform Poorly T20 Worldcup T20 વર્લ્ડ કપ કેએલ રાહુલ ક્રિકેટ ખરાબ પ્રદર્શન ICC T20 World Cup 2022
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ