બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Kisi Ka Bhai Kisi Ki jaan Box Office Collection Day 8

મનોરંજન / બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે સલમાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન', જાણો 8માં દિવસે કેટલી કમાણી કરી

Arohi

Last Updated: 02:57 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kisi Ka Bhai Kisi Ki jaan Box Office Collection Day 8: બોક્સ ઓફિસ પર સલમાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ફ્લોપ સાબિત થઈ છે. મેકર્સને આશા હતી કે આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ સાબિત થશે. આવો જાણીએ ફિલ્મે આઠમા દિવસે કેટલા કરોડની કમાણી કરી.

  • બોક્સ ઓફિસ પર સલમાનની ફિલ્મનું નબળુ પ્રદર્શન 
  • આઠમા દિવસે ફિલ્મે કરી ફક્ત આટલી કમાણી 
  • મેકર્સને હતી ફિલ્મ બ્લોકબસ્ટર હિટ થવાની આશા 

સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ઈદ પર રિલીઝ થવાની હતી. સલમાન અને પૂજા હેગડેની ફિલ્મે પહેલા દિવસે ઠીક-ઠીક કમાણી કહી હતી. ફિલ્મને દર્શકોનો મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો. 

મેકર્સને આશા હતી કે કિસી કા ભાઈ કિસી કી જાન બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરશે. પરંતુ ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ફિલ્મને રિલીઝ થયે 8 દિવસ થઈ ગયા છે અને અત્યાર સુધી 100 કરોડ રૂપિયાનો આંકડો પાર નથી કરી શકી. 

ફિલ્મ રિલીઝના 8માં દિવસે સામે આવ્યા આંકડા 
રિલીઝના આઠમાં દિવસ એટલે કે શુક્રવારે કમાણીનાં આંકડા સામે આવ્યા છે. સલમાનની ફિલ્મને બોક્સ ઓફિસ પર ઓડિયન્સ નસીબ નથી થઈ રહી. કાલે એશ્વર્યા રાયની ફિલ્મ પોન્નિયન સિલ્વન-2 પણ રિલીઝ થઈ છે. પોન્નિયન સેલ્વનથી સલમાનની ફિલ્મને મોટી ટક્કર મળી છે. 

8માં દિવસે કમાણી ફક્ત આટલા કરોડ રૂપિયા 
'કિસી કા ભાઈ કિસી કી જાન'એ સાતમાં દિવસે 3.5 કરોડનો બિઝનેસ કર્યો હતો અને 8માં દિવસે માત્ર 2 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. કુલ મળીને સલમાનમી ફિલ્મે અત્યાર સુધી 92.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ટ્રેન્ડ એનાલિસ્ટ અનુસાર, સલમાન ખાનની ફિલ્મને વીકેન્ડનો ફાયદો મળી શકે છે. 

મેકર્સની નજર શનિવાર અને રવિવારના કલેક્શન પર છે. આ વીકેન્ડ પર સલમાનની ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી કરી શકે છે કે નહીં તે જોવું રસપ્રદ હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ