બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કિસાન ક્રેડિટ કાર્ડની લોન ન ચૂકવવા પર શું જમીન થઈ શકે છે જપ્ત? જાણો KCC ના કડક નિયમો
6 ફોટો ગેલેરી
Last Updated: 05:26 PM, 8 August 2026
1/6
ભારતીય ખેડૂતો માટે ખેતીકામમાં સૌથી મોટો પડકાર નાણાંની વ્યવસ્થા કરવાનો હોય છે. દરેક ખેડૂત પાસે એટલી બચત હોતી નથી કે તે આગામી પાકનો તમામ ખર્ચ પોતે ઉઠાવી શકે, જ્યારે સાહુકારો પાસેથી વધારે વ્યાજે નાણાં લેવાથી ખેડૂતો દેવાના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે 'કિસાન ક્રેડિટ કાર્ડ' (KCC) યોજના અમલમાં મૂકી છે. વર્તમાન સમયમાં દેશમાં 7.72 કરોડથી વધુ KCC ખાતા સક્રિય છે.
2/6
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998 માં શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના હેઠળ ₹1 લાખ સુધીની લોન અપાતી હતી, જેને પાછળથી વધારીને ₹3 લાખ કરવામાં આવી હતી. હવે પાક ઉત્પાદન, પશુપાલન અને મત્સ્યપાલન જેવા કૃષિ સંબંધિત કામકાજ માટે લોનની મર્યાદા વધારીને ₹5 લાખ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ પણ ગેરંટી વગર (Collateral-free) મળતી લોનની મર્યાદા પણ ₹1.6 લાખથી વધારીને ₹2 લાખ કરવામાં આવી છે. સમયસર ધિરાણ પરત કરનાર ખેડૂતોને માત્ર 4% ના વાર્ષિક વ્યાજદરે આ લોન મળે છે.
3/6
જો કોઈ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડની લોન લાંબા સમય સુધી ન ચૂકવે, તો બેંક કાનૂની પ્રક્રિયા હાથ ધરીને ખેડૂતની જમીન કે અચલ સંપત્તિ જપ્ત (કુર્ક) કરી શકે છે. KCC લોનમાં કોઈ માસિક હપ્તો (EMI) ભરવાનો હોતો નથી; ખેડૂતે વર્ષમાં એક વાર વ્યાજ અને મૂળ રકમ જમા કરાવવાની હોય છે. એકવાર પૂરેપૂરી રકમ જમા કરાવ્યા બાદ ખેડૂત બીજા જ દિવસે ફરીથી પોતાની મંજૂર થયેલી મર્યાદા મુજબ રકમ ઉપાડી શકે છે.
4/6
નાણા મંત્રાલયની તાજી જાહેરાત મુજબ, હવે KCC યોજના માત્ર ઘઉં કે ડાંગર જેવી પરંપરાગત ખેતી પૂરતી સીમિત નથી. હવે પશુપાલન, મત્સ્યપાલન, ડેરી, બકરી પાલન અને ડુક્કર પાલન જેવા કૃષિ સંબંધિત અન્ય વ્યવસાયો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મેળવી શકાશે. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની આવકના નવા સ્ત્રોત ઊભા કરવાનો છે.
5/6
6/6
જોકે, જો કોઈ ખેડૂત લાંબા સમય સુધી નાણાં પરત ન કરે તો બેંક લોન વસૂલાતની કડક પ્રક્રિયા શરૂ કરે છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના આગ્રામાં KCC લોન લઈને નાણાં ન ચૂકવનારા 9 મોટા બાકીદારોની અચલ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ તંત્રે આપ્યો છે. આ 9 બાકીદારો પર ₹88 લાખનું દેવું બાકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ