બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kheda Thasara provincial official has ordered the town municipality to conduct temporary pressure measurement

કાર્યવાહી / BIG NEWS: ખેડાના ઠાસરામાં બુલડોઝર ફેરવવાની તૈયારીમાં તંત્ર! શિવજીની સવારી પર મદરેસા પરથી થયો હતો પથ્થરમારો

Dinesh

Last Updated: 09:39 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda News: ખેડાના ઠાસરા પ્રાંત અધિકારીએ નગર પાલિકાને હંગામી દબાણની માપણી કરાવવા આદેશ આપ્યો છે, જેને લઈ નગર પાલિકા દ્વારા માપણીની કામગીરી શરૂ કરાઈ છે

  • ઠાસરામાં ફરી શકે છે બુલડોઝર!
  • ઠાસરા પ્રાંત અધિકારીએ નગર પાલિકાને આપ્યા આદેશ 
  • હંગામી દબાણની માપણી કરાવવા આપ્યો આદેશ 


ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર ગઈકાલે પથ્થરમારો થયો હતો. જે મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્રે જણાવી દઈએ કે, ઠાસરામાં બુલડોઝર ફરી શકે છે તેવા સંકેત સામે આવ્યા છે. પ્રાંત અધિકારીએ નગર પાલિકાને હંગામી દબાણ દૂર કરવાના આદેશ આપ્યા છે.

નગરપાલિકા દ્વારા માપણી ચાલુ કરવામાં આવી 
શિવજીની યાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટનાને પગલે ઠાસરામાં અજંપા ભરી પરિસ્થિતિ છે. ત્યારે ઠાસરા પ્રાંત અધિકારીએ નગર પાલિકાને હંગામી દબાણની માપણી કરાવવા આદેશ આપ્યો છે. જેને લઈ નગર પાલિકા દ્વારા માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આપને જણીવીએ કે, થોડાક સમય બાદ બુલડોઝર ફેરવી દબાણ દૂર કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 

An atmosphere of terror was created after stone pelting in Khedana Thasra, the primary school in front of the madrasa was...

મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા
ખેડા જિલ્લાના ઠાસરામાં પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા છે.  પોલીસ દ્વારા મદરેસાની છત પર જઇને તપાસ કરાઇ હતી. જ્યા પૂર્વયોજિત કાવતરું હતું કે કેમ તેને લઇને તપાસ શરૂ કરાઈ છે. શ્રાવણી અમાસને લઈ ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના બનતા વાતાવરણ તંગ બન્યો હતો.

ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો
ખેડાના ઠાસરામાં બીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.  1 SP, 1 DySP, 4 PI 24 PSI સહિત કુલ 150 પોલીસકર્મી ખડેપગે છે.  ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થિતિ કાબુમાં છે તેમજ પોલીસ તપાસમાં પથ્થરમારા અંગે કેટલાક અનુમાન પણ સામે આવ્યા છે. મદરેસામાં પહેલાથી જ જૂના બાંધકામના પથ્થરો હોવાનું અનુમાન છે. 

શું બન્યો હતો બનાવ?
ગઈકાલે એટલે શ્રાવણ મહિનાની અમાસના રોજ ઠાસરામાં નાગેશ્વર મહાદેવજીની વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલ સાથે નીકળેલી શોભાયાત્રા બપોરના સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી. ત્યારે એકાએક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારાના બનાવમાં બે પોલીસ કેન્સ્ટેબલ અને એક પીએસઆઈને ઈજાઓ પહોંચી હતી. તો બે વાહનોને પણ નુકસાન થયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ