બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kheda News :Controversy over VIP darshan in Dakor Ranchhodraiji Temple

વિવાદ યથાવત / ડાકોરમાં VIP દર્શન : મંદિરે આવતા ભક્તોમાં ભારે નારાજગી, કહ્યું ભગવાન પ્રેમ જુએ છે પૈસા નહીં, સ્થાનિકોએ કહ્યું ગામના લોકો જ નહીં આવે

Dinesh

Last Updated: 03:51 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda News : ડાકોર રણછોડરાયજી મંદિરમાં VIP દર્શનનો વિવાદ છેડાયો છે, VIP દર્શન મુદ્દે વોટ્સએપ ગ્રૂપમાં ઉગ્ર ચર્ચા જાગી છે

  • ડાકોરમાં VIP દર્શન યથાવત રાખવા નિર્ણય 
  • ભક્તોએ મંદિર ટ્રસ્ટના નિર્ણયને વખોડ્યો 
  • વોટ્સએપ ગ્રૂપમાં ડાકોરમાં VIP દર્શન મુદ્દે ઉગ્ર ચર્ચા


Kheda News : ડાકોર મંદિરમાં ભગવાન રણછોડરાયજીનાં VIP દર્શનને લઈ નિર્ણય લેવાયો છે, ત્યારે જેને લઈને હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓના વિરોધ વચ્ચે VIP દર્શનનો નિર્ણય હજુ સુધી મંદિરના ટ્રસ્ટીઓએ યથાવત રાખ્યો છે. બહારથી આવતા ભક્તોએ મંદિર ટ્રસ્ટના નિર્ણયને વખોડ્યો છે. તેમજ વહેલી તકે VIP દર્શન બંધ કરવા ભક્તોજનોએ માંગ પણ કરી છે. ભગવાનને રૂપિયાની નહી ભાવની જરૂર તેવું ભક્તોએ જણાવ્યું હતું.

બેઠક પણ નિષ્ફળ રહી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મળેલી બેઠક પણ નિષ્ફળ રહી છે.  ડાકોર મંદિરમાં VIP  દર્શન વિવાદ મામલે બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટ્રી, મેનેજર દ્વારા વિરોધ કરનારા લોકો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં મંદિરનાં વિવાદને લઈ અનેક મુદ્દા પર ચર્ચાઓ થઈ હતી. જે બેઠક બાદ સમગ્ર વિવાદનો શાંતિપૂર્ણ રીતે સુખદ અંત આવ્યો હોવાનો ટ્રસ્ટ્રીઓ દાવો પણ કર્યો હતો. પરંતુ જે મુદ્દે કંઈ ઉકેલ ન આવ્યાના ચર્ચા છે.

VIP દર્શન મુદ્દે વોટ્સએપ ગ્રૂપમાં ઉગ્ર ચર્ચા
ડાકોર રણછોડરાયજી મંદિરમાં VIP દર્શનનો વિવાદ છેડાયો છે. VIP દર્શન મુદ્દે વોટ્સએપ ગ્રૂપમાં ઉગ્ર ચર્ચા જાગી છે. વોટ્સએપ ગ્રૂપમાં ડાકોરના સ્થાનિકોએ પ્રતિક્રિયા આપી છે. જેમાં સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારના લોકો વચ્ચે VIP દર્શનને લઈને ચડભડ શરૂ થઈ છે. જેમાં જણાવે છે કે, અમે ડાકોર વાળા વિરોધ નથી કરતા તો તમે શુ કામ કરો છો. મંદિર પ્રશાસન યોગ્ય હશે તે નિર્ણય કરશે. જે ગ્રૂપમાં સ્થાનિકોએ પોતાનો મત જણાવતાની સાથે જ ગ્રુપમાં ઘમાસણ ચાલુ થયું છે. 

ગ્રામ્ય વિસ્તારના અગ્રણીનો મત 
વોટ્સએપ ગ્રુપમાં ગ્રામ્ય વિસ્તારના અગ્રણીનો મત સામે આવ્યો છે. તેમણે જણાવ્યું કે, ભગવાન શુ તમારા એકલાના છે. બહારના લોકો આવે તો તમે ડાકોરના લોકો જીવી શકો છો. મંદિર તમારા એકલાનું હોય તો તમે ચલાવો અને અમે ગામડાના લોકો નહી આવીએ. દાન પણ નહી કરીએ ગ્રુપમાં ગ્રામ્ય વિસ્તારના અગ્રણીનો મત સામે આવતા વિરોધ વધુ તીવ્ર બન્યો છે.

શું છે સમગ્ર મામલો
ડાકોરમાં મંદિરની કમિટીના વિવાદિત નિર્ણય પ્રમાણે હવે ભક્તોએ રણછોડ રાયના નજીકથી દર્શન માટે રૂ.500 ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલવા. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ આપવો. જોકે ગઈકાલે આ નિર્ણયના પ્રથમ દિવસે ગુરુવારે 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.

From now on VIP darshan of Kaliya Thakur in Dakor will have to be paid

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ