બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kgf 3 yash puts a condition infront of director prashanth neel to be a part of third installment

KGF 3 / ફરીવાર 'રોકી' ભાઈ બનીને પડદા પર એન્ટ્રી મારતા પહેલા મેકર્સ સામે યશે મૂકી આ શરત? જાણીને લાગશે ઝટકો

Bijal Vyas

Last Updated: 03:25 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કન્નડના રોકિંગ સ્ટાર યશની ફિલ્મ 'KGF' અને 'KGF-2' ને ભારતમાં તેમજ વિશ્વભરના દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો, હવે ફેન્સ આતુરતાથી 'KGF-3'ની રાહ જાહેરાત કરી છે

  • દર્શકોના પ્રેમને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ 'KGF-3'ની જાહેરાત કરી
  • KGF એ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર કુલ 1,006 કરોડની કમાણી કરી
  • KGF 3 પહેલા યશ તેના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ લઈને આવશે

KGF 3: કન્નડના રોકિંગ સ્ટાર યશની ફિલ્મ 'KGF' અને 'KGF-2' ને ભારતમાં તેમજ વિશ્વભરના દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. રીજનલ ઓડિયન્સને તો પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત KGF2ને વખાણી હતી, પરંતુ હિન્દી દર્શકો પણ રોકી ભાઈના ટફ લૂકના દિવાના થયા હતા. આ ફિલ્મ આ વર્ષે 14 જુલાઈના રોજ જાપાનના થિયેટરોમાં સ્ક્રીનિંગ યોજવામાં આવી હતી, જ્યાં દર્શકોએ ફિલ્મ પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.

આ સાથે, દર્શકોના પ્રેમને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ 'KGF-3'ની જાહેરાત કરી. જો કે, અહેવાલોનું માનીએ તો, KGF 3નો ભાગ બનવા માટે એક્ટર યશે નિર્માતાઓ સામે એક મોટી શરત મૂકી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash)

આ શરત પૂરી થવા પર જ યશ બનશે KGF 3નો ભાગ
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, યશ અને પ્રશાંત નીલ જાપાનમાં મળેલા રિસ્પોન્સ પછી ઘણા વધુ દેશોમાં KGF અને KGF 2 રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. યશની ફિલ્મ અન્ય દેશોમાં રિલીઝ થયા બાદ જ અભિનેતા અને દિગ્દર્શક KGF-3નું શૂટિંગ શરૂ કરશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, યશને સ્ક્રિપ્ટ પસંદ આવશે તો જ KGF-3માં રોકી ભાઈ તરીકે પરત ફરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાં સમય લાગશે કારણ કે પ્રશાંત નીલ અને યશ બંનેને લાગે છે કે KGFને ઘણી લાંબી મજલ કાપવાની છે. યશ તેના ચાહકોના આધારને સારી રીતે સમજે છે અને તેઓ KGF 3 પાસેથી કંઈક વધારાની અપેક્ષા રાખે છે. જો તેને સ્ક્રિપ્ટમાં કંઈક નવું મળશે તો જ તે KGF 3નો ભાગ બનશે.

રિપોર્ટ્સનું માનીએ તો KGF 3 પછી આવશે, પરંતુ તે પહેલા યશ તેના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ લઈને આવવા જઈ રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash)

જાપાનમાં પોતાના ફેંસ પહેલા મુલાકાત કરશે યશ
રિપોર્ટ્સનું માનીએ તો જાપાનમાં KGF 2 ને મળી રહેલા પ્રતિસાદ પછી રોકિંગ સ્ટાર યશ તેના ચાહકોને મળવા જઈ શકે છે. તે તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા જાપાનમાં તેના ચાહકોને મળશે. જોકે, અત્યાર સુધી મેકર્સે આ અંગે સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જણાવી દઈએ કે, KGF એ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર કુલ 1,006 કરોડની કમાણી કરી હતી. તેણે કમાણીના મામલામાં બાહુબલી 2ને પણ પાછળ છોડી દીધો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

KGF 3 પ્રશાંત નીલ મનોરંજન રોકિંગ સ્ટાર યશ રોકી ભાઈ entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ