બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Keeping these things house will not cause financial hardship

વાસ્તુ ટિપ્સ / ઘરમાં આ વસ્તુઓ રાખવાથી નહીં આવે આર્થિક તંગી, સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો

Last Updated: 05:34 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં ઊર્જા અને દિશાઓનું ખાસ મહત્વ છે. વાસ્તુ અનુસાર ઘરમાં કેટલીક બાબતોથી આર્થિક તંગી દૂર થાય છે

વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઊર્જા પર આધારિત છે. સકારાત્મક ઊર્જા હોય તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે  છે. જ્યારે નકારાત્મક ઊર્જા જીવનને પરેશાનીઓથી ભરી દે છે.વાસ્તુ અનુસાર ઘરની અંદર કેટલીક વસ્તુઓ રાખવાને કારણે આર્થિક તંગીથી ઝડપથી છુટકારો મળે છે. આ વસ્તુઓ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવશે જેને કારણે મુશ્કેલીઓથી છુટકારો મળશે અને  આર્થિક રીતે મજબુત બની શકાશે.

વાસ્તુદોષ દૂર કરે છે પિરામિડ

વાસ્તુશાસ્ત્રમાં પિરામિડનું ખાસ મહત્વ હોય છે. ઘરમાં પિરામિડ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરમાં ચાંદી, પીતળ અથવા તાંબાનું પીરામિડ રાખતાથી આર્થિક તંગી દૂર થાય છે. આ પિરામિડને એવી જગ્યાએ રાખવી જ્યા ઘરના દરેક સદસ્ય બેસતા હોય છે.

ઘરમાં રાખો પંચમુખી હનુમાન

આપણા ઘરમાં સકારાત્કમ ઉર્જા રહે તે માટે અને આર્થિક રીતે પરિવાર સક્ષમ બને તેના માટે પંચમુખી હનુમાનજી ની મૂર્તિ કે ફોટોને ઘરમાં લગાવવો જોઇએ. આ ફોટો ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થાપિત કરો અને દરેક દિવસ તેની પૂજા કરો. પંચમુખી હનુમાનજીની મૂર્તિ રાખવાથી દરિદ્રતા દૂર થાય છે.

લક્ષ્મી-કુબેર ભગવાનની ફોટો

પૂજા  સ્થળ પર લક્ષ્મીમાતાના પદ્મ ચિન્હ અને ભગવાન કુબેરની ફોટો રાખવી શુભ માનવામાં આવે છે. મા લક્ષ્મીને ધનની દેવી કહેવાય છે અને ભગવાન કુબેર ધન-સમૃધ્ધીના દેવતા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પ્રવેશ દ્વાર પર લક્ષ્મી-કુબેરની ફોટો હોવી જોઇએ. તેનાથી આર્થિક તંગી પૈસાની ખેચ પુરી થઇ જાય છે.

આ પણ વાંચોઃ મીનનું થશે મંગળ ગોચર, સાવધાન રહે આ 5 રાશિના જાતકો, નહીંતર થઇ શકે છે અમંગળ

આ દિશા માં પાણીની સુરાહી

વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક ઘરમાં પાણીથી  ભરેલી સુરાહી હોવી જોઇએ. આ ઘરની ઉત્તર દિશામાં રાખવી ખૂબ જ શુભ મનાય છે. તમે સુરાહીની જગ્યાએ નાનો ઘડો પણ રાખી  શકો છો. આ ઘડામાં પાણી ભરેલુ રાખવું જોઇએ. મનાય છે કે તેનાથી ઘરમાં ધનનું આગમન કાયમ રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે આ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતા નથી)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Panchmukhi Hanumanji Vastu Vastu Shastra ઘરમાં પિરામિડ રાખવાના ફાયદા પંચમુખી હનુમાનજી વાસ્તુશાસ્ત્ર Vastu Shastra Tips
Ajit Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ