બ્રેકિંગ ન્યુઝ
ભૂમિ પુત્ર કહેવાતા ગ્રહ મંગળનું રાશિ પરિવર્તન એપ્રિલમાં થવા જઈ રહ્યું છે. મંગળ ગ્રહ 23 એપ્રિલ મંગળવારે સવારે 8.52 મિનિટ પર મીન રાશિમાં ગોચર કરશે. તે 1 જૂન શનિવારે બપોરે 3.51 મિનિટ સુધી તેમાં બિરાજમાન રહેશે. ત્યાર બાદ તે મીન રાશિથી નિકળીને મેષ રાશિમાં ગોચર કરશે.
ADVERTISEMENT

આ 5 રાશિના લોકો માટે મંગળનું ગોચર 'અમંગળ'
મેષ
મીનમાં મંગળના આવવાથી મેષ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ થઈ શકે છે. તમે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નહીં તો બીમાર પડી શકો છો. તમને ફિવર થઈ શકે છે અથવા તો શરીરમાં દુખાવો થઈ શકે છે. જો તમે કોઈ યાત્રા પર જવાના છો કે વાહન ચલાવો છો તો સાવધાન રહેવાની જરૂર છે. માર્ગ દુર્ઘટનાની આશંકા થઈ શકે છે.
ADVERTISEMENT
સિંહ
મંગળનું રાશિ પરિવર્તન તમારા માટે ખૂબ જ પડકાર ભર્યું રહેવાનું છે. કાર્યસ્થળ પર કામનું પ્રશર વધી શકે છે. કોઈ એવું કામ મળી શકે છે જે તમારા માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. કામના પ્રશર અને સ્ટ્રેસ તમને બીમાર કરી શકે છે. તમારા અંદર એનર્જીની કમી આવી શકે છે. તમે ભોજન પર ધ્યાન આપો.
.jpg)
ADVERTISEMENT
કન્યા
મંગળનું ગોચર તમારા વૈવાહિક જીવનમાં ઉથલ પાથલ મચાવી શકે છે. બની શકે છે કે આ સમયે તમારા દાંપત્ય જીવનમાં કોઈ ત્રીજા શખ્સનો હસ્તક્ષેર થાય જેના કારણે તમારૂ સુખ-ચેન છિનવાઈ શકે છે. તેના કારણે તમને જીવનસાથી સાથે વાદ વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે. સંયમની સાથે કામ કરો અને જીવસાથીની સાથે સારૂ વર્તન કરો.
મકર
જો તમે પ્રેમ સંબંધમાં છો તો મંગળ ગોચરના કારણે તમારી લવ લાઈફ પર નકારાત્મક પ્રભાવ થઈ શકે છે. આ સમયે પાર્ટનરની સાથે વાદ વિવાદ થઈ શકે છે. આ સ્થિતિને સંયમની સાથે સંભાળવાની જરૂર છે. નહીં તો સંબંધ ખરાબ થઈ શકે છે. તમને સમસ્યાઓના સમાધાન પર ફોકસ કરવું જોઈએ. એવું કંઈ ન કરો કે સંબંધ તૂટી જાય.
ADVERTISEMENT
વધુ વાંચો: ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે બની રહ્યાં છે અદભુત સંયોગ, અપનાવો આ ઉપાય, ભરાશે ધનના ભંડાર
કુંભ
જે લોકો શિક્ષા અને પ્રતિયોગિતાઓ સાથે જોડાયેલા છે તેમના માટે મંગળનું ગોચર મુશ્કેલી ઉભી કરી શકે છે. તમારી શિક્ષામાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. તેમાં સ્વાસ્થ્ય પણ એક મોટુ કારણ હોઈ શકે છે. આ સમય દરમિયાન તમારી તબીયત ખરાબ થઈ શકે છે. જેનાથી અભ્યાસમાં મુશ્કેલી આવી શકે છે. શિક્ષા અને પ્રતિયોગિતામાં ઈચ્છા અનુસાર સફળકા પ્રાપ્ત કરવી મુશ્કેલ રહેશે. આંખ સાથે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.