બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / kalraj mishra and indrajit singh twitter account hacked tweet in arabi language

BIG NEWS / રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને કેન્દ્રીય મંત્રીનું બંનેનું ટ્વિટર અકાઉન્ટ થયું હેક

Mayur

Last Updated: 11:37 PM, 23 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ ટ્વિટર અકાઉન્ટ હેક થવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે એમ રાજસ્થાનનાં રાજ્યપાલ કલરાજ મિશ્ર અને મંત્રી ઇન્દ્રજીત સિંહનું ટ્વિટર આકાઉન્ટ હેક થઈ ગયું છે.

  • કલરાજ મિશ્રનું ટ્વીટર એકાઉન્ટ હેક
  • રાજસ્થાનના રાજ્યપાલ છે કલરાજ મિશ્ર
  • કેન્દ્રીય મંત્રી રાવ ઈંદ્રજીત સિંહનું એકાઉન્ટ પણ હેક
  • હેકર્સે અરબી ભાષામાં કરી પોસ્ટ

ગત થોડા દિવસથી ટ્વીટર એકાઉન્ટ હેક થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે આવા જ સમાચાર રાજસ્થાનમાંથી સામે આવ્યા છે. રવિવારે રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રનું ટ્વીટર એકાઉન્ટ હેક થવાની ઘટના સામે આવી હતી.

અરબી ભાષામાં કરી ટ્વિટ 

હેકર્સે એકાઉન્ટ હેક કરીને અરબી ભાષામાં ટ્વીટ પોસ્ટ કરી હતી. રાજ્યપાલના ટ્વીટર એકાઉન્ટ હેક થવાના સમાચાર મળતાની સાથે સાઈબર સેલની ટીમ એકાઉન્ટ રિકવર કરવામાં લાગી છે. કલરાજ મિશ્ર ઉપરાંત મંત્રી રાવ ઈંદ્રજીત સિંહનું ટ્વીટર એકાઉન્ટ પણ હેક થયું છે. આ બન્ને નેતાના ટ્વીટર એકાઉન્ટ હેક કર્યા બાદ હેકર્સે એક જ પ્રકારની લાઈન અને ઈમોઝી પોસ્ટ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહનું ટ્વિટર એકાઉન્ટ હેક 
રાજ્યપાલ કલરાજ મિશ્રા ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક થયું હોવાના અહેવાલ છે. રાવ ઈન્દ્રજીત સિંહના ટ્વિટર હેન્ડલ પરથી અરબી ભાષામાં એક ટ્વિટ પણ કરવામાં આવી છે. કલરાજ મિશ્રાના ટ્વિટર હેન્ડલ પરથી આ જ ટ્વિટ છે. રાવ ઈન્દ્રજીતે ટ્વિટરની સાથે ટેલિકોમ મંત્રાલયમાં પણ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે.

શનિવારે રાત્રે NDRFનું ટ્વિટર હેન્ડલ પણ હેક કરવામાં આવ્યું હતું
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નું ટ્વિટર હેન્ડલ શનિવારે રાત્રે હેક કરવામાં આવ્યું હતું. એનડીઆરએફના મહાનિર્દેશક અતુલ કરવલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે ટ્વિટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું. અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ