બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Kagdapith police arrested fake police near Bahrampura

વિચિત્ર કિસ્સો / અમદાવાદમાં નકલી પોલીસનો સ્વાંગ રચી ઉસ્માને રિક્ષાચાલકનો કર્યો 50 રૂ.નો તોડ, બાદમાં કંટ્રોલરૂમમાં જાણ કરાતા ભાંડો ફૂટ્યો

Malay

Last Updated: 03:02 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: બહેરામપુરા પોલીસચોકી નજીક રિક્ષાચાલક પાસે ડોક્યુમેન્ટ માંગીને પોલીસ કર્મચારી હોવાનો માર્યો રોફ, રિક્ષાચાલકે કંટ્રોલરૂમને જાણ કરતા ફૂટ્યો ભાંડો

  • નકલી પોલીસ બની તોડ કરતા વૃદ્ધની ધરપકડ
  • રિક્ષાચાલક પાસે એક હજારની કરી માંગ
  • અંતે માત્ર 50 રૂપિયામાં થઈ પતાવટ 

Ahmedabad News: અમદાવાદમાં પોલીસનો સ્વાંગ રચી રિક્ષાચાલકો પાસેથી તોડ કરતા વૃદ્ધની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. વહેલી પરોઢે વૃદ્ધે પોલીસની ઓખળ આપીને રિક્ષાચાલક પાસે લાયસન્સ અને ડોક્યુમેન્ટ માંગ્યા હતા. રિક્ષાચાલક પાસે ડોક્યુમેન્ટ નહીં હોવાથી વૃદ્ધે એક હજારની માંગણી કરી હતી, જોકે અંતમાં માત્ર 50 રૂપિયામાં પતાવટ થઈ હતી. રિક્ષાચાલકને શંકા જતાં તેણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી દીધી હતી. ત્યારબાદ વૃદ્ઘનો ભાંડો ફૂટ્યો હતો.

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપીએ એવું કર્યું કે CCTVમાં ઘટના જોઈ  ચોંકી જશો | Ahmedabad custodial deaths kagadapith police station cctv
ફાઈલ તસવીર

નકલી પોલીસ બનીને રૂપિયા પડાવવાની ફરિયાદ 
આ અંગે વિગતવાર વાત કરીએ તો અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નરોત્તમનગરમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યશ ઠાકુરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ઉસ્માન ઉર્ફે બબન શેખ વિરુદ્ધ નકલી પોલીસ બનીને રૂપિયા પડાવવાની ફરિયાદ કરી છે. વહેલી પરોઢે યશ ઠાકુર નારોલથી પેસેન્જર બેસાડીને જમાલપુર તરફ આવી રહ્યો હતો. ત્યારે બહેરામપુરા પોલીસચોકી પાસે એક શખ્સે તેની રિક્ષા રોકી હતી. શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને રિક્ષાના કાગળો તેમજ લાયસન્સની માંગણી કરી હતી.

એક હજાર રૂપિયાની કરી હતી માંગણી 
યશ પાસે લાયસન્સ અને કાગળો નહીં હોવાથી શખ્સે રિક્ષા જમાન કરવાની ધમકી આપીને એક હજાર રૂપિયાની માંગણી કરી હતી. યશ પાસે એક હજાર રૂપિયા નહીં હોવાથી શખ્સે 100 રૂપિયા માંગ્યા હતા. પરંતુ યશ પાસે 100 રૂપિયા પણ નહીં હોવાથી તે ભાડાના આવેલા 50 રૂપિયા શખ્સને આપીને જતો રહ્યો હતો. યશે તેની રિક્ષા થોડા અંતરે ઉભી રાખી હતી. ત્યારબાદ શખ્સની ઉપર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. યશને શંકા જતાં તેણે તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી દીધી હતી. 

ગુજરાતના રિક્ષાચાલકો હવે દેખાશે નવા અવતારમાં, નક્કી કરાયો યુનિફોર્મ |  uniform decided for auto-rickshaw drivers
ફાઈલ તસવીર

પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને શખ્સની ધરપકડ કરી લીધી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે તેનું નામ ઉસ્માન  ઉર્ફે બબન છે. કાગડાપીઠ પોલીસે ઉસ્માન વિરુદ્ધ નકલી પોલીસ બનાવાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ