બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / Journalism Bhavan of Saurashtra University is now under the charge of Assistant Professor, Chairman resigns fed up with Vice-Chan

વિવાદ / સૌરાષ્ટ્ર યુનિ.નું પત્રકારત્વ ભવન હવે આસિ. પ્રોફેસરના હવાલે, ઇન્ચાર્જ કુલપતિથી કંટાળી અધ્યક્ષે રાજીનામું આપ્યાની ચર્ચા

Vishal Khamar

Last Updated: 09:16 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટનાં અધ્યક્ષ ર્ડા. નીતાબેન ઉદાણીએ અચાનક જ રાજીનામું આપી દીધું હતું. ત્યારે આ બાબતે ર્ડા. નીતાબેન ઉદાણીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મેં મારા અંગત કારણોસર હેડશીપ છોડી છે.

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પત્રકારત્વ ભવન હવે આસી. પ્રોફેસરનાં હવાલે
  • પત્રકારત્વ ભવનના અધ્યક્ષ ડૉ. નીતા ઉદાણીએ આપ્યું રાજીનામું
  • પારિવારિક કારણ આપી ડૉ. નીતા ઉદાણીએ આપ્યું રાજીનામુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુનિવર્સિટીમાં રોજ કોઈ નવો વિવાદ ઉભો થતો જ રહે છે. જેના લીધે યુનિવર્સિટી ચર્ચાનાં ચગડોળે ચડી છે. ત્યારે પાંચ દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ભ્રષ્ટાચારને ઉજાગર કરતી કવિતાનાં લીધે યુનિવર્સિટીનાં ગુજરાતી ભવનનાં વડાને સસ્પેન્ડ કરી તેઓની સામે ખાતાકીય તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં જ પત્રકારત્વ વિભાગનાં અધ્યક્ષ નીતાબેન ઉદાણીએ અચાનક જ રાજીનામું આપી દેતા સમગ્ર મુદ્દો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજકોટ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન રહેવા પામ્યો હતો.

ર્ડા. નીતાબેન ઉદાણી

ઈન્ચાર્જ કુલપતિ ર્ડા. ગીરીશ ભીમાણીનાં તુમાખી ભર્યા સ્વભાવને લીધે કર્મચારીઓમાં આંતરિક રોષ
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિના જોહુકમીભર્યા શાસનથી અધ્યાપકો કંટાળી ગયા હોય તેવો માહોલ છે.  ત્યારે મળતી માહિતી મુજબ ડો.ભીમાણીએ સામે પડેએ સસ્પેન્ડની ફોર્મ્યુલા અપનાવતા હવે અધ્યાપકો પણ ફફડી રહ્યા છે. આ માહોલ વચ્ચે પત્રકારત્વ ભવનના અધ્યક્ષે હેડશીપમાંથી મુક્તિ માગી છે. કાર્યકારી કુલપતિ ડો.ગીરીશ ભીમાણીના તુમાખીભર્યા સ્વભાવને લીધે અધ્યાપકો, અધિકારીઓ, કર્મીઓમાં આંતરીક રોષ ફેલાયો છે. દરમિયાન જર્નાલિઝમ ભવનના હેડના અચાનક નીતાબેન ઉદાણી એ અધ્યક્ષપદમાંથી મુક્તિના નિર્ણયે ચર્ચા જગાવી છે. આ બાબતે ઇન્ચાર્જ કુલસચિવ અમિત પારેખે જણાવ્યું કે, પત્રકારત્વ ભવનના હેડ ડો.નીતાબેન ઉદાણીના અધ્યક્ષપદેથી મુક્તિની નોંધ મંજૂર થઇ ગઈ છે. હવે નવા હેડ તરીકે તુષાર ચંદારાણા ચાર્જ સંભાળશે. 
મેં અંગત કારણોસર હેડશીપ છોડી છેઃ ર્ડા.નીતાબેન ઉદાણી
જોકે ભવન અધ્યક્ષ તરીકે મુક્તિ માંગ્યાના કારણ બાબતે ડો.નીતાબેન ઉદાણીને પૂછતાં તેમણે કહ્યું કે. મેં અંગત કારણોસર હેડશીપ છોડી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની સરકારી વિશ્વ વિદ્યાલયોમાં થતી વિદ્યાર્થી અને અધ્યાપકલક્ષી પ્રવૃતિઓનો વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર થાય તે માટે હવે સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ મૂકાયા છે.  જેની એક બેઠક તાજેતરમાં ગાંધીનગરમાં મળી હતી.

તુષાર ચંદારાણા (સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તરીકે તુષાર ચંદારાણાની નિમણૂંક
મળતી વિગતો મુજબ, ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીના પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને એક બેઠક તાજેતરમાં મળી જેમાં રાજ્યની ૧૬ સરકારી વિશ્વ વિદ્યાલયના સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ ત્યાં પહોચ્યા હતા. જેમાં linkdin. ઇન્સ્ટાગ્રામ અને ટવીટર એમ ત્રણ મુખ્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર-પ્રસાર કરવા સૂચના અપાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ તરીકે તુષાર ચંદારાણાની નિમણૂક કરવામાં આવી છે જોકે જાણકારો કહે છે કે તુષાર ચંદારાણા ઘણા વર્ષોથી મોબાઇલ પણ ન વાપરતા તેને સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ