બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે ખુશખબર, 12000 થી વધુ જગ્યાઓ પર ભરતી
Last Updated: 09:04 PM, 13 November 2025
દેશભરના ઉમેદવારો માટે મોટી ખુશખબર આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા કૅન્દ્રિય વિદ્યાલય સંગઠન (KVS) અને નવોદય વિદ્યાલય સમિતિમાં શિક્ષક અને નોન-ટિચિંગ સ્ટાફની 12,799 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટેનું સંયુક્ત નોટિફિકેશન 13 નવેમ્બર 2025ના રોજ જાહેર થયું છે, જ્યારે ઓનલાઈન અરજી પ્રક્રિયા 14 નવેમ્બર 2025થી શરૂ થશે.
ADVERTISEMENT

આ ભરતી માટેની પ્રક્રિયા 4 ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. CBSE દ્વારા જારી કરાયેલા શૉર્ટ નોટિફિકેશન મુજબ આ વખતે મોટી સંખ્યામાં શિક્ષણ ક્ષેત્રે પ્રતિભાશાળી ઉમેદવારોને તક મળશે. અરજદારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ cbse.gov.in, kvsangathan.nic.in અથવા navodaya.gov.in જેવી સત્તાવાર વેબસાઇટ્સ પર જઈને સંપૂર્ણ માહિતી વાંચીને જ અરજી કરે.
ADVERTISEMENT

ભરતીમાં TGT (ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ ટીચર), PGT (પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર) અને PRT (પ્રાયમરી ટીચર) જેવા શિક્ષણના વિવિધ પદો માટે ખાલી જગ્યાઓ છે. સાથે સાથે નૉન-ટિચિંગ સ્ટાફ માટે પણ અનેક જગ્યાઓ ખાલી છે, જેમાં ક્લાર્ક, લેબ આસિસ્ટન્ટ, લાઇબ્રેરી સહાયક જેવા પદોનો સમાવેશ થાય છે. CBSEના જણાવ્યા મુજબ, કુલ 12,799 જગ્યાઓમાંથી 9,156 જગ્યા KVS માટે છે, જ્યારે 3,643 જગ્યા NVS માટે છે. ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા અનેક તબક્કામાં થશે. જેમાં પ્રથમ લખિત પરીક્ષા, ત્યારબાદ કૌશલ્ય પરીક્ષણ, અને અંતે દસ્તાવેજ ચકાસણી તથા મેડિકલ પરીક્ષણનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ ભરતી માટેની ઉંમર મર્યાદા દરેક પદ માટે અલગ રહેશે, અને તેની ગણતરી 4 ડિસેમ્બર 2025ના આધારે કરવામાં આવશે. સરકારી નિયમો મુજબ અનામત વર્ગોના ઉમેદવારોને ઉંમરમાં છૂટ આપવામાં આવશે. CBSEએ ઉમેદવારોને ચેતવણી આપી છે કે તેઓ કોઈ પણ અનધિકૃત વેબસાઇટ અથવા ફેક નોટિફિકેશન પર વિશ્વાસ ન કરે. માત્ર સત્તાવાર વેબસાઇટ પર જ માહિતી મેળવે અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરે.
આ પણ વાંચો: એક્સપાયર થઇ ગયું છે ડ્રાઇવિંગ લાયસન્સ? તો ફટાફટ આ રીતે કરો ઓનલાઇન રિન્યૂ
ADVERTISEMENT
આ ભરતી અભિયાનથી દેશભરના લાખો ઉમેદવારોને રોજગારની તક મળશે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે નોકરી કરવા ઈચ્છુક યુવાઓ માટે આ એક સોનેરી તક માનવામાં આવી રહી છે. અગાઉની જેમ આ વખતે પણ KVS અને NVS બંને સંસ્થાઓમાં પસંદગી માટે કડક માપદંડ અપનાવવામાં આવશે, જેથી યોગ્ય અને પ્રતિભાશાળી ઉમેદવારોની પસંદગી થઈ શકે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર માળખું અને પરીક્ષા પેટર્ન વિશેની સંપૂર્ણ માહિતી માટે વિગતવાર નોટિફિકેશન જાહેર થવાની રાહ જુએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.