ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / એક્સપાયર થઇ ગયું છે ડ્રાઇવિંગ લાયસન્સ? તો ફટાફટ આ રીતે કરો ઓનલાઇન રિન્યૂ

તમારા કામનું / એક્સપાયર થઇ ગયું છે ડ્રાઇવિંગ લાયસન્સ? તો ફટાફટ આ રીતે કરો ઓનલાઇન રિન્યૂ

Published By: Jinal Chauhan

Last Updated: 10:48 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ છે અથવા પુરી થવા જઈ રહી છે, તો તમે તેને સરળતાથી રિન્યુ કરી શકો છો. અમે આખીય પ્રોસેસ એકદમ સરળ રીતે સમજાવીશું.

ADVERTISEMENT

ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવું એ ગુનો છે. ડ્રાઇવિંગ લાઇસન્સ તમને રસ્તા પર વાહન ચલાવવાનો અધિકાર આપે છે. તેથી તે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. સામાન્ય રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ 10 વર્ષનો વેલિડિટી સમયગાળો ધરાવે છે.જો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સનો સમયગાળો પુરો થઈ રહ્યો છે અથવા પુરો થઈ ગયો છે, તો તમે તેને વિલંબ કર્યા વિના રિન્યુ કરી શકો છો. અમે તમને સૌથી સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ, જેના પછી તમે તમારા ઘરેથી ઓનલાઈન અરજી કરી શકો છો અને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યુ કરી શકો છો.

DRIVING-LICENSE-1-

જો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ નવું કરાવવું હોય, તો તમે https://sarathi.parivahan.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.

અરજી કરવા માટે તમને નીચેના ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે

  • જૂના ડ્રાઈવિંગ લાયસન્સની સ્કેન કરેલી નકલ
  • ઓળખ પુરાવો (જેમ કે આધાર કાર્ડ)
  • સરનામાનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ફી ભરીને તમે અરજી કરી શકો છો. જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે, તો તમારે ફોર્મ 1A (મેડિકલ સર્ટિફિકેટ) ભરવું પડશે. આ ફોર્મ પણ એ જ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
vtv app promotion

આ પણ વાંચોઃ ISRO અમદાવાદ ભરતી 2025 : ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ માટે 92000 સુધી પગારની તક, જાણો અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

આ રીતે કરો અપ્લાય

  • સૌથી પહેલા https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do પર જાઓ અને તમારું રાજ્ય પસંદ કરો.
  • પછી તમને ડ્રાઈવિંગ લાયસન્સ માટેની અરજી પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ્સ, અને ફોર્મ 1A ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે. ત્યારબાદ "ચાલુ રાખો" (Continue) બટન પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલશે જેમાં તમારે તમારો લાયસન્સ નંબર, જન્મ તારીખ, અને કેપ્ચા કોડ એડ કરવાનું રહેશે. પછી શરતો (Terms & Privacy Policy) સ્વીકારી લો. જો જરૂરી હોય તો ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
  • આ પછી તમારા રાજ્ય પ્રમાણે લાગુ ફી ઓનલાઇન ભરો.છેલ્લે અરજી ફોર્મ છાપી લો અને માહિતી ફરી ચકાસી લો. તમારું નવું ડ્રાઈવિંગ લાયસન્સ થોડા દિવસોમાં તમારા સરનામા પર પોસ્ટથી મળી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

driving license renewal expired driving license online DL renewal

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ