બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ISRO અમદાવાદ ભરતી 2025 : ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ માટે 92000 સુધી પગારની તક, જાણો અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
Last Updated: 10:07 AM, 13 November 2025
ISRO Bharti 2025: ઈસરો અમદાવાદ ખાતે ટેકનિશિયન ‘B’ અને ફાર્માસિસ્ટ ‘A’ સહિત 55 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અરજીની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2025 છે.
ADVERTISEMENT
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ખાતે ટેકનિશિયન ‘B’ અને ફાર્માસિસ્ટ ‘A’ સહિત કુલ 55 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઈસરોમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ભરતી ઝુંબેશ હેઠળ ફિટર, મશીનિસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, લેબ આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ), રેફ્રિજરેશન અને એર કન્ડીશનિંગ ટેકનિશિયન તેમજ ફાર્માસિસ્ટ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ તથા સંબંધિત ટ્રેડમાં ITI/NAC/NTA પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ફાર્માસિસ્ટ ‘A’ માટે ફાર્મસીમાં પ્રથમ-વર્ગનો ડિપ્લોમા ફરજિયાત છે.
ADVERTISEMENT
અરજીની છેલ્લી તારીખ મુજબ ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. SC/ST ઉમેદવારોને 5 વર્ષ અને OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળશે.

ADVERTISEMENT
પસંદગી પામેલા ઉમેદવારોને ₹21,700 થી ₹92,300 સુધીનો પગાર આપવામાં આવશે. સાથે જ તબીબી, હાઉસ રેન્ટ તથા અન્ય ભથ્થાંનો પણ લાભ મળશે.
ADVERTISEMENT
રસ ધરાવતા ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ www.isro.gov.in અથવા careers.sac.gov.in પર જઈને ઑનલાઈન અરજી કરવાની રહેશે. નોંધણી બાદ, ઉમેદવારોએ ફોર્મ ભરવું, જરૂરી દસ્તાવેજો તથા ફોટા અપલોડ કરવા, અને 500 અરજી ફી ચૂકવવાની રહેશે. પરીક્ષા બાદ જનરલ/OBC/EWS ઉમેદવારોને 400 રૂપિયા રિફંડ કરવામાં આવશે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોને સંપૂર્ણ રકમ પરત મળશે.
વધુ વાંચો: અમદાવાદમાં વધુ એક આંગડિયા લૂંટ, વેપારીનું ધ્યાનભંગ કરી લૂંટારુઓ 18,00,000 લઇને રફુચક્કર

પસંદગી પ્રક્રિયામાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા, કૌશલ્ય કસોટી, ડોક્યુમેન્ટ ચકાસણી અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ એ અરજી ફોર્મનું પ્રિન્ટ લઈને તે ભવિષ્ય માટે સાચવી રાખવું.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.