ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વધુ એક આંગડિયા લૂંટ, વેપારીનું ધ્યાનભંગ કરી લૂંટારુઓ 18,00,000 લઇને રફુચક્કર

લૂંટ / અમદાવાદમાં વધુ એક આંગડિયા લૂંટ, વેપારીનું ધ્યાનભંગ કરી લૂંટારુઓ 18,00,000 લઇને રફુચક્કર

Published By: Vishal Khamar

Last Updated: 09:16 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં રૂ. 18 લાખની સનસનાટી ભરી લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. બાઈક પર આવેલા શખ્સોએ વાહન ચલાવવા બાબતે માથાકૂટ કરી સનસનાટી ભરી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

ADVERTISEMENT

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના બની છે. શહેરકોટડા વિસ્તારમાં સ્ટીલ અને વાસણનો વેપાર કરતા નારાયણભાઈ સાથે રૂ. 18 લાખની લૂંટનો બનાવ બન્યો છે.

માહિતી મુજબ, નારાયણભાઈ આંગડિયાથી રૂ. 21 લાખથી વધુની રકમ લઈને પોતાના વાહન દ્વારા નીકળ્યા હતા. જ્યારે તેઓ સરસપુર વિસ્તારમાં પોટલીયા ચાર રસ્તા પાસે, વંદે માતરમ પાર્ટી પ્લોટ નજીક પહોંચ્યા, ત્યારે બે અજાણ્યા શખ્સ બાઇક પર આવી પહોંચ્યા.

એક શખ્સ બાઇક પરથી ઉતરી ઝઘડો કર્યો

સૌપ્રથમ શખ્સોએ વાહન ચલાવવા બાબતે નારાયણભાઈ સાથે માથાકૂટ શરૂ કરી. જેમાં એક શખ્સ બાઇક પરથી ઉતરી ઝઘડો કરતો હતો, જ્યારે બીજો શખ્સ બાઇક પર જ ઉભો રહ્યો. ઝઘડાની વચ્ચે એક શખ્સે નારાયણભાઈના વાહનની ચાવી કાઢી લઈ દૂર ફેંકી દીધી.

અજાણ્યા શખ્સો પૈસા લઈ ફરાર

નારાયણભાઈ ચાવી લેવા માટે ગયા તે દરમિયાન શખ્સોએ વાહનની ડેકી ખોલી અંદર રાખેલી રૂ. 18 લાખની રકમ લઈને ફરાર થઈ ગયા. સદનસીબે, અન્ય થેલામાં રાખેલી બાકીની રકમ બચી ગઈ.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો, 13.2 ડિગ્રી સાથે અમરેલી બન્યું સૌથી ઠંડુ શહેર

પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાફલો દોડી આવ્યો અને આસપાસના CCTV ફૂટેજના આધારે બે બાઇકસવાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ લૂંટ પૂર્વયોજિત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરકોટડા પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપવા માટે તલાશી શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad city Ahmedabad robbery

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ