બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો, 13.2 ડિગ્રી સાથે અમરેલી બન્યું સૌથી ઠંડુ શહેર

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો, 13.2 ડિગ્રી સાથે અમરેલી બન્યું સૌથી ઠંડુ શહેર

Last Updated: 08:32 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું છે. અમરેલીનું લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી નોંધાવા પામ્યું છે. જ્યારે ગાંધીનગર, મહુવા, કેશોદ અને રાજકોટમાં તાપમાનમાં ઘટાડો થયો હતો

1/6

photoStories-logo

1. 15 નવેમ્બર સુધી ઠંડીનો પ્રકોપ ચાલુ રહેવાની શક્યતા

ગુજરાતમાં અચાનક ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં તાપમાન 15 ડિગ્રીની આસપાસ નોંધાવા પામ્યું છે. ગુજરાતમાં શિયાળાની સીઝન ધીમે ધીમે જામી રહી છે. ગુજરાતમાં સામાન્ય રીતે નવેમ્બરના બીજા અઠવાડિયામાં ઠંડીનો અનુભવ થતો હોય છે. ઉત્તર ભારત સહિત ઘણા રાજ્યોના લોકો ઠંડીની શીતલહેર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 15 નવેમ્બર સુધી ઠંડીનો પ્રકોપ ચાલુ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હવામાન વિભાગે શું કહ્યું

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ બુધવારે આગાહી કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 24 કલાક આકાશ સ્વચ્છ રહેશે. તેમજ શહેરનું લઘુત્તમ તાપમાન 15 °C રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. રાજ્યમાં ઠંડીનો ચમકારો

રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમરેલીમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે. જ્યારે ગાંધીનગરમાં 14.5, અમદાવાદ 15.5 ડિગ્રી, નલિયામાં 14.5 જ્યારે રાજકોટમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી નોંધાવા પામ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આગામી 6 દિવસ વરસાદ પડવાની શક્યતા નથી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન સુકુ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી છ દિવસ ક્યાંય વરસાદ પડવાની શક્યતા નથી. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રાજસ્થાનમાં પણ નવેમ્બર મહિનામાં ઠંડીએ રેકોર્ડ તોડી નાંખ્યા

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ નવેમ્બર મહિનામાં ઠંડીએ રેકોર્ડ તોડી નાંખ્યા છે. નવેમ્બરની શરૂઆતમાં જ હવામાન ઠંડુ થવા લાગ્યું હતું. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની અસર હવે રાજ્યમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પહાડીઓ પરથી ફૂંકાતા ઠંડા ઉત્તરીય પવનોએ સવાર અને સાંજે ઠંડીમાં વધારો કર્યો છે. છેલ્લા અઠવાડિયામાં ઘણા જિલ્લાઓમાં તાપમાનમાં 5 થી 7 ડિગ્રીનો ઘટાડો થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પારો 2 થી 3 ડિગ્રી ઘટ્યો છે. પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે ઠંડા પવનો સતત ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે, અને ઉત્તરીય પવનોનો પ્રભાવ વધશે. ટોંક, સીકર, ચુરુ અને નાગૌર જેવા જિલ્લાઓમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઘટ્યું

શિયાળાના આગમન સાથે તાપમાન ઘટી રહ્યું છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. આ સાથે, એક પરિચિત અને જૂની સમસ્યા ફરી એકવાર દિલ્હીવાસીઓને સતાવી રહી છે. વાયુ પ્રદૂષણને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, GRAP-III લાગુ કરવામાં આવ્યો છે, જેના પરિણામે વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તમામ દાવાઓ અને પ્રયાસો છતાં, ગુરુવાર, 13 નવેમ્બર, 2025 ના રોજ, એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું. દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 400 ને વટાવી ગયો. વઝીરપુરમાં, સવારે AQI 457 નોંધાયું હતું, જે ગંભીર શ્રેણીમાં આવે છે. બાવાનામાં, તે 460 પર પહોંચી ગયું. ITO, આનંદ વિહાર અને અલીપુરદ્વાર જેવા વિસ્તારોમાં પણ AQI 400 થી ઉપર નોંધાયું. દરમિયાન, બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધી,નવી સિસ્ટમએક ચક્રવાતી વાવાઝોડું વિકસી રહ્યું છે. જો આગામી દિવસોમાં તે વધુ મજબૂત બનશે, તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે કેટલાક રાજ્યોમાં 15 નવેમ્બર સુધી ઠંડીનું મોજું ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

weather update Meteorological Department cold weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ