ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Railway Jobs: ધોરણ 10 પાસ માટે સોનેરી તક, રેલવેમાં 3000થી વધારે જગ્યા પર ભરતી

ફટાફટ કરો / Railway Jobs: ધોરણ 10 પાસ માટે સોનેરી તક, રેલવેમાં 3000થી વધારે જગ્યા પર ભરતી

Published By: Pravin Joshi

Last Updated: 05:42 PM, 5 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Railway Jobs : રેલવેમાં એપ્રેન્ટિસની 3115 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 14 ઓગસ્ટ, 2025 થી શરૂ થશે.

ADVERTISEMENT

Railway Jobs : આજના સમયમાં દરેક વ્યક્તિ માટે નોકરી શોધવી મુશ્કેલ છે. ત્યારે આજે તમારા માટે એક સારા સમાચાર છે. જી હાં રેલવે દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે યુવાઓ રેલવેમાં નોકરી કરવાનું સપનું જોવે છે તેમના માટે એક શાનદાર તક આવી છે. પૂર્વી રેલવે દ્વારા 2025 માટે એપ્રેન્ટિસની 3115 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતી માટે અરજી પ્રક્રિયા 14 ઓગસ્ટ 2025થી શરૂ થશે અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. પૂર્વી રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ હાવડા, સિયાલદહ, માલદા, આસનસોલ, કાંચરાપાડા, લિલુઆ અને જમાલપુર સહિત વિવિધ વર્કશોપ અને ડિવિઝન માટે ભરતી કરવામાં આવશે.

job-serch

શૈક્ષણિક લાયકાત

આ યુવાઓ માટે રેલવેમાં કારકિર્દીની શરૂઆત કરવાની આ એક સોનેરી તક છે. આ જગ્યા માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. અને સાથે જ સંબંધિત ટ્રેડમાં ITI પાસનું પ્રમાણપત્ર પણ જરૂરી છે. આ બન્ને પ્રમાણપત્ર માન્ય બોર્ડ અથવા સંસ્થાથી મળેલું હોવું જોઈએ.

JOB-3

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની વય 15 વર્ષથી 24 વર્ષ હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારી નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળશે.

JOB

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં કોઈ પણ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. પસંદગી 10માં ધોરણ અને ITIમાં મળેલા ટકાના આધારે મેરિટ પર કરવામાં આવશે. જો બે ઉમેદવારોના ગુણ એકસરખા હશે તો ઉંમર આધારે પસંદગી કરવામાં આવશે જેમાં ઉંમરે મોટા ઉમેદવારને પ્રાથમિકતા મળશે.

jobs-2_Nja5WYM.width-800

ટ્રેનિંગ અને સ્ટાઈપેન્ડ

પસંદ થયેલા ઉમેદવારોને નક્કી થયેલા સમયગાળાની તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમ્યાન સરકાર દ્વારા નક્કી કરેલ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. તાલીમ પછી ઉમેદવારોને કામગીરીનો અનુભવ મળશે જે ભવિષ્યમાં સ્થાયી નોકરી માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

અરજી ફી

જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹100 રહેશે. SC, ST અને મહિલા ઉમેદવારોને કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ 10મું ધોરણ અને ITIના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, જાતિ પ્રમાણપત્ર અને આધાર કાર્ડ તૈયાર રાખવું જરૂરી છે.

વધુ વાંચો : જલ્દી કરો! સરકારી નોકરી મેળવવા માટેની આ છે છેલ્લી તક, સપ્તાહ પછી ભરતીઓ બંધ

અરજી કેવી રીતે કરવી ?

આ ભરતી માટે ઉમેદવારોએ 14 ઓગસ્ટ 2025થી લઈને 13 સપ્ટેમ્બર 2025 સુધી માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ છે: https://er.indianrailways.gov.in.

વધુ વાંચો : જાણો રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેના નિયમો, આ છે ઉતારવાથી લઇને લપેટવાની સાચી રીત

સંકળાયેલા મુદ્દાઓ

Recruitment RailwayRecruitment2025 IndianRailwayJobs2025

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ