બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જાણો રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેના નિયમો, આ છે ઉતારવાથી લઇને લપેટવાની સાચી રીત

સ્વતંત્રતા દિવસ / જાણો રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેના નિયમો, આ છે ઉતારવાથી લઇને લપેટવાની સાચી રીત

Priykant Shrimali

Last Updated: 03:18 PM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2025 : તમે જોયું હશે કે કેટલીક વાર આપણે ત્યાં લોકો ધ્વજવંદન બાદ ધ્વજને નીચે ઉતારવા કે લપેટવામાં ક્યાંક ભૂલ કરી બેસી રાષ્ટ્રધ્વજનું અપમાન કરતાં હોય છે, હવે જાણીએ રાષ્ટ્રધ્વજને ઉતારવાથી લઇને લપેટવાની સાચી રીત

Independence Day 2025 : 15 ઓગસ્ટ એટલે કે આપણાં દેશની આઝાદીનો દિવસ. સ્વતંત્રતા દિવસ ભારતના રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2025ના 79માં સ્વતંત્રતા દિવસને આડે હવે થોડા જ દિવસો બાકી છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી સરકારે દેશના દરેક નાગરિકને તેમના ઘરોમાં ત્રિરંગો ફરકાવવાની પરવાનગી આપી છે. દર વર્ષે તે "હર ઘર તિરંગા" અભિયાન દ્વારા ઉજવવામાં આવે છે. જોકે તમે જોયું હશે કે કેટલીક વાર આપણે ત્યાં લોકો ધ્વજવંદન બાદ ધ્વજને નીચે ઉતારવા કે લપેટવામાં ક્યાંક ભૂલ કરી બેસી રાષ્ટ્રધ્વજનું અપમાન કરતાં હોય છે.

આ તરફ હવે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી વચ્ચે હવે આપણાં દેશની સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય (MoRD)થી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી તેને નીચે ઉતારવા માટે કેટલાક નિયમો આપ્યા છે જેથી રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય.

79 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

આ વર્ષે ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવશે અને સ્વતંત્રતા દિવસની 78મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. આ દિવસ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નોંધનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે.

જાણો શું કહ્યું ગ્રામીણ વિકાસ મંત્રાલયે ?

ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સત્તાવાર X હેન્ડલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, "#HarGharTiranga🇮🇳 હેઠળ, આપણે બધા આપણા ઘરો પર ત્રિરંગો ફરકાવવા જઈ રહ્યા છીએ. તમને વિનંતી છે કે, આ પછી રાષ્ટ્રધ્વજને કાઢીને તેને આદરપૂર્વક રાખો જેથી તમે આગામી પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર ફરીથી તમારો ત્રિરંગો ફરકાવી શકો."

આ પણ વાંચો : કોણ છે અસલી માસ્ટરમાઇન્ડ, કેવી રીતે ઘૂસ્યા હતા પહેલગામના આતંકીઓ? ચોકલેટે ખોલ્યું રહસ્ય

હવે જાણીએ રાષ્ટ્રધ્વજ નીચે ઉતારવાના નિયમો વિશે

  • વચ્ચેની સફેદ પટ્ટીઓ નીચે કેસરી અને લીલા પટ્ટાઓ ફોલ્ડ કરો.
  • સફેદ પટ્ટીને એવી રીતે વાળો કે કેસરી અને લીલા પટ્ટાઓ સાથે ફક્ત અશોક ચક્ર જ દેખાય.
  • ફોલ્ડ કરેલા ધ્વજને તમારા હથેળીઓ અથવા હાથમાં મૂકો અને તેને સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day Har Ghar Tiranga National flag
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ