બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોણ છે અસલી માસ્ટરમાઇન્ડ, કેવી રીતે ઘૂસ્યા હતા પહેલગામના આતંકીઓ? ચોકલેટે ખોલ્યું રહસ્ય

મોટી અપડેટ / કોણ છે અસલી માસ્ટરમાઇન્ડ, કેવી રીતે ઘૂસ્યા હતા પહેલગામના આતંકીઓ? ચોકલેટે ખોલ્યું રહસ્ય

Priykant Shrimali

Last Updated: 02:05 PM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahalgam Attack : ભારતીય સેના દ્વારા આ હુમલામાં સામેલ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા બાદ એક ચોકલેટ અને મતદાર ઓળખ કાર્ડથી ખૂલ્યું ચોંકાવનારું રહસ્ય, જાણો અહીં એક જ ક્લિકે

Pahalgam Attack : પહેલગામ હુમલાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના હત્યાકાંડથી દેશ આખો હચમચી ઉઠ્યો હતો. જોકે હવે આ કેસમાં ઝીણવટભરી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. વિગતો મુજબ ભારતીય સેના દ્વારા આ હુમલામાં સામેલ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ તરફ 'ઓપરેશન મહાદેવ' હેઠળ માર્યા ગયેલા આ આતંકવાદીઓની ઓળખ અને તેમના નેટવર્કના સ્તરો હવે સંપૂર્ણપણે જાહેર થઈ ગયા છે. આ હુમલાનું કાવતરું સંપૂર્ણપણે પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું અને લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાની સરકારી એજન્સીઓની સીધી સંડોવણી સામે આવી છે.

ઝીણવટભરી તપાસમાં મોટો ઘટસ્ફોટ

પહેલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓ સુલેમાન શાહ ઉર્ફે ફૈઝલ જટ્ટ, અબુ હમઝા ઉર્ફે અફઘાન અને યાસીર ઉર્ફે જિબ્રાન હતા, જેઓ પાકિસ્તાનના રહેવાસી હતા અને લશ્કર-એ-તૈયબાના A++ અને A શ્રેણીના કમાન્ડર હતા. આ તરફ હવે સામે આવ્યું છે કે, આ આતંકવાદીઓ ન તો સ્થાનિક કાશ્મીરી હતા અને ન તો તેઓ તાજેતરમાં ભરતી કરાયેલા આતંકવાદીઓમાં સામેલ હતા.

હવે જાણીએ આતંકીઓ ભારતમાં ક્યારે અને કઈ રીતે ઘૂસ્યા?

ભારતીય ગુપ્તચર એજન્સીઓ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણ આતંકવાદીઓ મે 2022 માં ગુરેઝ સેક્ટરથી નિયંત્રણ રેખા પાર કરીને ખીણમાં પ્રવેશ્યા હતા. ત્યારથી તેમના રેડિયો સિગ્નલો અટકાવવામાં આવી રહ્યા હતા. જોકે આ આતંકવાદીઓ તે સમયે પહેલગામ નજીક એક ઝૂંપડીમાં છુપાઈ ગયા હતા. અહીં સ્થાનિક મદદગારો પરવેઝ અને બશીર અહેમદ જઠારે તેમને આશ્રય આપ્યો હતો.

પાકિસ્તાની ચોકલેટથી ખૂલ્યું રહસ્ય

આ તરફ તાજેતરમાં 28 જુલાઈના રોજ ઓપરેશન મહાદેવ હેઠળ જ્યારે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા ત્યારે તેમની પાસેથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા હતા. આમાંથી બે આતંકવાદીઓ પાકિસ્તાની મતદાર ઓળખ કાર્ડ ધરાવતા મળી આવ્યા હતા, જે લાહોર અને ગુજરાંવાલાથી જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે એક સેટેલાઇટ ફોનમાંથી એક માઇક્રો-એસડી કાર્ડ મળી આવ્યું હતું જેમાં NADRAનો બાયોમેટ્રિક ડેટા હતો. આ ડેટાથી આ આતંકવાદીઓની નાગરિકતા, કાસુર જિલ્લામાં તેમના કાયમી સરનામા અને PoKની પુષ્ટિ થઈ હતી. આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ અને અન્ય ખાદ્ય ચીજો પણ મળી આવી હતી જેના પર 2024 માં મુઝફ્ફરાબાદ મોકલવામાં આવેલા શિપમેન્ટના લોટ નંબરો નોંધાયેલા હતા.

આ પણ વાંચો : 'કાં હાલ બા?', વાહ, હવે કોરિયાના બાળકો શીખી રહ્યાં છે ભોજપુરી, શિક્ષકનો મજેદાર Video વાયરલ

હવે જાણીએ સૌથી મોટી વાત કે, પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ કોણ ?

સુરક્ષા એજન્સીઓની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે, લશ્કરના લાહોર સ્થિત ઓપરેશનલ ચીફ સાજિદ સૈફુલ્લાહ જટ્ટ આ સમગ્ર હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. બીજી તરફ રાવલકોટના રહેવાસી રિઝવાન અનીસ દ્વારા કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ગેરહાજરીમાં અંતિમ સંસ્કારની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પષ્ટ કરે છે કે હુમલા પછી પણ પાકિસ્તાનમાં આતંકવાદીઓને હીરો તરીકે મહિમા આપવામાં આવતો હતો. ફોરેન્સિક પરીક્ષણોએ એ પણ પુષ્ટિ આપી છે કે, હુમલાના સ્થળેથી મળેલા ગોળીઓના શેલ 28 જુલાઈના રોજ દાચીગામ-હરવન જંગલમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળેલી ત્રણ AK-103 રાઈફલો સાથે મેળ ખાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam attack Jammu Kashmir Pakistani chocolate
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ