બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'કાં હાલ બા?', વાહ, હવે કોરિયાના બાળકો શીખી રહ્યાં છે ભોજપુરી, શિક્ષકનો મજેદાર Video વાયરલ
Last Updated: 12:02 PM, 4 August 2025
Bhojpuri Language Video : સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર-નવાર અનેક પ્રકારના વિડીયો Video વાયરલ થતાં હોય છે. આ તરફ એવા અનેક Video વાયરલ થાય છે કે, જે જોઈ તમે અચરજ પામી જાઓ છો. આવો જ એક Video વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં દક્ષિણ કોરિયાનો કન્ટેન્ટ ક્રિએટર એ ભોજપુરી ભાષામાં વાત કરી રહ્યો છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે અને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ADVERTISEMENT
ભાષા વિવાદ વચ્ચે ભોજપુરી ભાષા દક્ષિણ કોરિયામાં
આપણાં દેશના અનેક વિસ્તારોમાં હાલ ભાષા વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભોજપુરી ભાષાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભોજપુરી ભાષા હવે ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી રહી પરંતુ તે દક્ષિણ કોરિયા સુધી પણ પહોંચી ગઈ છે. વાત એવી છે કે, દક્ષિણ કોરિયન કન્ટેન્ટ ક્રિએટર યેચાન સી લી કોરિયન બાળકોને ભોજપુરી ભાષા શીખવતા જોવા મળે છે. માત્ર થોડીક સેકન્ડની આ વીડિયો ક્લિપે લાખો લોકોના દિલ જીતી લીધા છે અને લોકો શિક્ષકની શૈલીને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એવું તે શું છે આ વાયરલ Videoમાં ?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં યેચાન સી લી એક હોલમાં કેટલાક બાળકોને ભોજપુરીના મૂળભૂત શબ્દો અને વાક્યો શીખવતા જોવા મળે છે. વીડિયોમાં તેમને કહેતા સાંભળી શકાય છે કે, ભારતમાં જ્યારે તમે પહેલીવાર કોઈને મળો છો ત્યારે ભોજપુરીમાં 'નમસ્તે' કહેવાને બદલે, તમે 'કા હો?' કહો છો. આ પછી કોરિયનો પણ આ શબ્દને પૂરા ઉત્સાહથી પુનરાવર્તન કરે છે.
ADVERTISEMENT

'કા હો ?' અને 'ઠીક બા ' કોરિયામાં ગુંજયું
ADVERTISEMENT
આ પછી વાયરલ Videoમાં લી તેમને કહે છે કે, લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછવા માટે ભોજપુરીમાં 'કા હાલ બા?' કહીએ છીએ, જેનો તેઓ જવાબ આપે છે 'ઠીક બા'. વિડિઓનો સૌથી સુંદર ભાગ એ આવે છે જ્યારે લી બાળકોને ભોજપુરીમાં ગુડબાય કહેવાનું શીખવે છે, જે 'ખુશ રહા' છે. ભોજપુરી શીખતા બાળકોના ચહેરા પરની ખુશી અને તેમની માસૂમિયતએ આ વિડિઓને વધુ ખાસ બનાવ્યો છે. લીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @40kahani પરથી આ વિડીયો શેર કરતા લખ્યું, કોરિયન બાળકોને ભોજપુરી શીખવી રહ્યો છું. તેમણે ઉત્સાહથી કહ્યું કે, કોરિયન બાળકો સાથે યુટ્યુબ સર્જક તરીકેની મારી સફર શેર કરવાની અને તેમને ભોજપુરી શીખવતો એક નાનો વિડીયો બનાવવાની આ એક શ્રેષ્ઠ તક હતી.
ADVERTISEMENT
લોકો કરી રહ્યા છે કોમેન્ટ
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે જ્યારે 40 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. કોમેન્ટ સેક્શન નેટીઝન્સ તરફથી જબરદસ્ત પ્રતિક્રિયાઓથી ભરેલું છે.એક યુઝરે લખ્યું, એકદમ શક્તિશાળી. તમે અદ્ભુત કામ કર્યું છે ભાઈઓ. બીજા યુઝરે કહ્યું, તમે ભારત આવીને ભોજપુરીના માસ્ટર બની ગયા છો. બીજા યુઝરે ટિપ્પણી કરી, ઘણા નેટીઝન્સે તેને બે સંસ્કૃતિઓને જોડવાનું એક મહાન પગલું ગણાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.