ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 44 પ્લૉટ, કિલો સોનું, 2 KG ચાંદી, સવા કરોડનું બેંક બેલેન્સ, બાપ રે! સરકારી કર્મીની અધધધ સંપત્તિએ ચોંકાવ્યા

કાર્યવાહી / 44 પ્લૉટ, કિલો સોનું, 2 KG ચાંદી, સવા કરોડનું બેંક બેલેન્સ, બાપ રે! સરકારી કર્મીની અધધધ સંપત્તિએ ચોંકાવ્યા

Published By: Priykant Shrimali

Last Updated: 11:07 AM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vigilance Raid : સરકારી અધિકારીને ત્યાં વિજિલન્સ વિભાગે દરોડા તેના અને પરિવારના કબજામાં કુલ 44 પ્લોટ, એક કિલો સોનું, 2.126 કિલો ચાંદી અને 1.34 કરોડ રૂપિયાથી વધુની બેંક ડિપોઝિટ શોધી કાઢી, ડાયરીમાં મળ્યું ચોંકાવનારું

ADVERTISEMENT

Vigilance Raid : આપણાં દેશમાં એક સામાન્ય સરકારી કર્મચારી કેટલી કમાણી કરી શકે છે? શું એક મોટર વાહન નિરીક્ષક (MVI) પોતાના પગારમાં 44 પ્લોટ, એક કિલો સોનું, બે કિલો ચાંદી અને 1.25 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ ઉમેરી શકે છે? આ વાંચીને તમે ચોંકી ગયા ને ? વાસ્તવમાં આ વાત છે ઓડિશાના બૌધ જિલ્લામાં પોસ્ટ કરાયેલા ગોલાપ ચંદ્ર હંસદા પાસેથી મળી આવેલી અઢળક સંપત્તિ બાદ વિજિલન્સ વિભાગ આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યો છે. એક ગુપ્ત ફરિયાદના આધારે કાર્યવાહી કરતા વિભાગે હંસદાના છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન તેમની વાસ્તવિક સંપત્તિનો ખુલાસો થયો.

ડાયરીમાં મળ્યું ચોંકાવનારું

વિજિલન્સ વિભાગે દરોડા દરમિયાન હંસદા અને તેમના પરિવારના કબજામાં કુલ 44 પ્લોટ, એક કિલો સોનું, 2.126 કિલો ચાંદી અને 1.34 કરોડ રૂપિયાથી વધુની બેંક ડિપોઝિટ શોધી કાઢી છે. એટલું જ નહીં તપાસ ટીમને 2.38 લાખ રૂપિયા રોકડા અને એક ડાયરી પણ મળી આવી છે. જેમાં કથિત બેનામી મિલકતના વ્યવહારોની સંપૂર્ણ વિગતો નોંધાયેલી છે. ડાયરીમાં બીજી એક ચોંકાવનારી વાત એ છે કે, તેમણે તેમની પુત્રીના તબીબી શિક્ષણ પાછળ 40 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

એક જ શહેરમાં 43 પ્લોટ અને...

ગોલાપ ચંદ્ર હંસદાના નામે અને તેમના પરિવારના સભ્યોના નામે મળેલા 44 પ્લોટમાંથી 43 પ્લોટ બારીપાડા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં છે. એક પ્લોટ બાલાસોરની બહાર મળી આવ્યો છે. આ બધી જમીનોની રજિસ્ટ્રી કિંમત 1.49 કરોડ રૂપિયા આંકવામાં આવી છે, પરંતુ વાસ્તવિક બજાર કિંમત આનાથી ઘણી વધારે હોઈ શકે છે. આ ઉપરાંત હાંસદા પાસે 3300 ચોરસ ફૂટનું બે માળનું ઘર પણ છે જે બારીપાડામાં આવેલું છે. ઘરની ડિઝાઇન અને ભવ્યતા એ કહેવા માટે પૂરતી છે કે, તેના પર લાખો રૂપિયા ખર્ચ થયા હશે.

1991થી નોકરીમાં લાગ્યા અને હવે...

ગોલાપ ચંદ્ર હાંસદા 1991માં સરકારી સેવામાં પ્રવેશ્યા. શરૂઆતમાં તેણે સંબલપુર અને દેવગઢના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) માં કામ કર્યું. વર્ષ 2003માં તેમને જુનિયર MVI તરીકે બઢતી આપવામાં આવી અને ઘણા જિલ્લાઓમાં પોસ્ટિંગ મળ્યું. 2020માં તેમને બૌદ્ધ RTO ઓફિસમાં સંપૂર્ણ MVI તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું જ્યાં તેઓ અત્યાર સુધી કાર્યરત છે. તેમનો માસિક પગાર ₹ 1.08 લાખ છે એટલે કે વાર્ષિક આવક લગભગ ₹ 13 લાખ છે. પરંતુ આ આવકમાંથી આટલા બધા પ્લોટ, ઘરેણાં અને બેંક બેલેન્સ કેવી રીતે બન્યા, તે હવે એક મોટી તપાસનો વિષય બની ગયો છે.

તો શું ટેકનિકલ ટીમની તપાસમાં હજી થશે મોટો ઘટસ્ફોટ ?

આ કેસમાં વિજિલન્સ વિભાગની ટેકનિકલ શાખાએ હાંસડાના તમામ પ્લોટ અને ઇમારતોનું માપન અને મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ મિલકતોનું બજાર મૂલ્ય શું છે અને તે કયા સ્ત્રોતોમાંથી ખરીદવામાં આવી છે તે જોવામાં આવી રહ્યું છે. તકેદારી વિભાગનું કહેવું છે કે, આ કાર્યવાહીનો પ્રારંભિક તબક્કો છે અને વધુ તપાસમાં વધુ મિલકતો અથવા વ્યવહારો બહાર આવી શકે છે. જો હાંસદા દોષિત ઠરે છે તો તેમની સામે આવક કરતાં વધુ સંપત્તિ રાખવા બદલ કાનૂની કાર્યવાહી, મિલકત જપ્તી અને સસ્પેન્શન પણ શક્ય છે.

આ પણ વાંચો : BIG NEWS : પૂર્વ મુખ્યમંત્રી અને JMM સુપ્રીમો શિબુ સોરેનનું અવસાન, CM સોરેને લખ્યું- 'આજે હું શુન્ય બન્યો'

શું કહી રહ્યા છે અધિકારીઓ?

આ મામલે અધિકારીઓના જણાવ્યા અનુસાર બેનામી વ્યવહારોની શંકાને કારણે તેમના નજીકના સંબંધીઓ, પત્ની અને પરિવારના અન્ય સભ્યોના ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે દરોડા દરમિયાન જપ્ત કરાયેલી ડાયરી આ સમગ્ર કેસનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. તેમાં મિલકતની ખરીદી અને બીજા કોઈના નામે કરવામાં આવેલા રોકાણો સાથે સંબંધિત તમામ વ્યવહારોની વિગતો છે. ડાયરીમાં નોંધાયેલી રકમ અને તારીખો દર્શાવે છે કે, આ કોઈ એક વ્યક્તિનું કામ ન હોઈ શકે પરંતુ એક સુનિયોજિત અને લાંબા સમયથી ચાલતું નેટવર્ક હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vigilance Raid Government Employee Motor Vehicle Inspector

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ