ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / BIG NEWS : પૂર્વ મુખ્યમંત્રી અને JMM સુપ્રીમો શિબુ સોરેનનું અવસાન, CM સોરેને લખ્યું- 'આજે હું શુન્ય બન્યો'

ઝારખંડ / BIG NEWS : પૂર્વ મુખ્યમંત્રી અને JMM સુપ્રીમો શિબુ સોરેનનું અવસાન, CM સોરેને લખ્યું- 'આજે હું શુન્ય બન્યો'

Last Updated: 10:26 AM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક શિબુ સોરેનનું સોમવારે લાંબી બીમારી બાદ અવસાન થયું.

ADVERTISEMENT

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક શિબુ સોરેનનું સોમવારે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ 81 વર્ષના હતા. તેમણે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ રાજનીતિમાં ગુરુજી તરીકે જાણીતા હતા. તેમના અવસાન પર રાજનીતિમાં શોક છવાયો હતો અને દિગ્ગજ નેતાઓેએ તેમને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.

કિડની સહિત અનેક બીમારીઓ

શિબુ સોરેનને કિડની સંબંધિત સમસ્યાઓના કારણે જુલાઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેના કારણે તેમના શરીરની ડાબી બાજુ લકવો થયો હતો. 81 વર્ષીય ગુરુજી લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે. તેઓ એક વર્ષથી ડાયાલિસિસ પર છે. તેઓ ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે અને તેમના હૃદયની બાયપાસ સર્જરી પણ થઈ છે.

કોણ હતા શિબુ સોરેન?

શિબુ સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક સંરક્ષક હતા. તેઓ યુપીએના પહેલા કાર્યકાળ દરમિયાન કોલસા મંત્રી હતા. જોકે, ચિરુડીહ હત્યા કેસમાં તેમનું નામ આવતાં તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. યુપીએના કાર્યકાળ દરમિયાન તેઓ કોલસા મંત્રી હતા. તેઓ 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાની હત્યા થઈ હતી. 81 વર્ષીય દિશોમ ગુરુ શિબુ સોરેનનો જન્મ 11 જાન્યુઆરી 1944ના રોજ હાલના રામગઢ જિલ્લાના ગોલા બ્લોકના નેમરામાં થયો હતો. ગામડાની શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી દિશોમ ગુરુનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે.

13 વર્ષના હતા ત્યારે પિતાની હત્યા

શિબુ સોરેન જ્યારે 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાની હત્યા કરવામાં આવી હતી. આ પછી શિબુ સોરેને પોતાનો અભ્યાસ છોડી દીધો અને શાહુકારો સામે લડવાનું નક્કી કર્યું.

CM સોરેને લખ્યું- 'આજે હું શુન્ય બન્યો'

શિબુ સોરેનના પુત્ર અને ઝારખંડના સીએમ હેમંત સોરેને પિતાના અવસાન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે ગુરુજી આજે આપણને છોડીને ચાલ્યા ગયા. 'આજે હું શુન્ય બન્યો'.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jharkhand shibu soren death shibu soren
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ