બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જલ્દી કરો, ONGCમાં વેકેન્સી પડી છે, જાણો લાયકાત, ભરો આ રીતે ફોર્મ

તમારા કામનું / જલ્દી કરો, ONGCમાં વેકેન્સી પડી છે, જાણો લાયકાત, ભરો આ રીતે ફોર્મ

Pravin Joshi

Last Updated: 09:37 PM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ONGC દ્વારા 2623 અપ્રેન્ટિસ પદ માટે ભરતી ચાલી રહી છે અને આજે અરજી કરવાની છેલ્લી તારીખ છે. મેરિટ આધારિત સિલેક્શન, ₹8200-₹12300 સ્ટાઈપેન્ડ અને ભવિષ્યમાં નોકરીની સારી તક મળશે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન તરફથી અપ્રેન્ટિસના 2623 ખાલી પડેલા પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને આજે અરજી કરવાની છેલ્લી તક છે. 16 ઓક્ટોબરથી ચાલી રહેલી અરજી પ્રક્રિયામાં લાયકાત ધરાવતા યુવાનો ongcindia.com પર જઈને તરત અરજી કરી શકે છે. ઓઈલ-ગેસ જેવા પ્રીમિયમ ક્ષેત્રમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે સારું સ્ટાઈપેન્ડ મેળવવાનું આ ઉત્તમ અવસર ગણાય છે.

job-railway-1

કુલ જગ્યાઓ અલગ-અલગ ઝોનમાં વહેંચાઈ છે જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 856, મુંબઈ સેક્ટરમાં 569, પૂર્વમાં 458, દક્ષિણમાં 322, સેન્ટ્રલ ઝોનમાં 253 અને ઉત્તર ઝોનમાં 165 જગ્યાઓનો સમાવેશ થાય છે. આખા દેશમાં રહેલા યુવા ઉમેદવારો માટે આ રિક્રૂટમેન્ટ ઓપન રાખવામાં આવી છે.

job-applicatipn

ઉંમર

અરજીકર્તાની ઉંમર 18 થી 24 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે જ્યારે SC/STને 5 વર્ષ, OBCને 3 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની વધારાની છૂટ મળશે. ડિપ્લોમા ટ્રેડ માટે 3 વર્ષનું એન્જિનિયરિંગ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ટ્રેડ માટે સંબંધિત ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન ફરજિયાત છે.

પસંદગી પ્રક્રિયા

ONGCમાં અપ્રેન્ટિસની પસંદગી કોઈ પરીક્ષા કે ઈન્ટરવ્યુ વગર માત્ર મેરિટ આધારે થશે. ઉમેદવારને ₹8200 થી ₹12300 સુધીનું સ્ટાઈપેન્ડ મળશે. ટ્રેનિંગ પીરિયડ પૂર્ણ થયા બાદ ONGC જેવી મોટી PSUમાં સ્થાયી નોકરી મળવાની શક્યતા પણ વધી શકે છે.

આ પણ વાંચો : 7 પાસ માટે નોકરીની સુવર્ણ તક, આવી ગઈ હોમગાર્ડની બમ્પર ભરતી, જાણી લો તમામ ડિટેઈલ

અરજી કરવા માટે nats.education.gov.in અથવા apprenticeshipindia.gov.in પર જઈને ઑનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ફી સબમિટ કર્યા બાદ ફોર્મનો પ્રિન્ટ આઉટ રાખવી સલાહનીય છે. યુવાનો માટે આ એ સુવર્ણ તક છે કે જ્યાં ટ્રેનિંગ મેળવવાની સાથે મજબૂત કરિયર ફાઉન્ડેશન બનાવી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JobsAlert GovernmentJob ONGCRecruitment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ