બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લાયા લાયા બાકી! Jioની ફ્રી રિચાર્જ ઓફર, 365 દિવસ લીલાલેર, બસ કરવું પડશે આટલું
Last Updated: 04:38 PM, 15 September 2024
Jio એ ફરી એકવાર કરોડો યુઝર્સને મોટી સરપ્રાઇઝ આપી છે. દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની યુઝર્સને ફ્રિમાં 365 દિવસ વાળા મોબાઇલ રિચાર્જ પ્લાન ઓફર કર્યો છે. કંપનીએ તેની વેબસાઇટ પર આ ઓફરની જાહેરાત કરી છે. જેમાં જિયો યુઝર્સ આ ઓફરનો લાભ ઉઠાવી શકશે. આ ઓફર દેશના તમામ ટેલિકોમ સર્કલ માટે છે, ખાસ રીતે જિયોના પ્રિપેડ યુઝર્સ આનો લાભ લઇ શકશે.
ADVERTISEMENT
શું છે ઓફર
Jio તેની ફાયબર બ્રોડબેન્ડ સર્વિસને એક્સપાન્ડ કરવા માટે યુઝર્સ માટે આ ઓફર રજૂ કરી છે. જેમાં જિયો યુઝર્સને નવા AirFiber નો પ્લાન બુક કરવા પર ફ્રિ મોબાઇલ રિચાર્જનો લાભ મળી શકે છે. જિયોને ફ્રિ વેબસાઇટથી મળતી માહિતી અનુસાર યુઝર્ને ફ્રિમાં 3599 રૂપિયાવાળા વર્ષનો મોબાઇલ પ્લાન ઓફર કરવામાં આવશે. આ પ્લાન 365 દિવસની વેલિડિટીની સાથે આવે છે. જેમાં યુઝર્સને ડેઇલી 2.5 જીબી હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે.
ADVERTISEMENT

કેવી રીતે મળશે લાભ
ADVERTISEMENT
Jio યુઝર્સને કંપનીની વેબસાઈટ અને My Jio એપ દ્વારા નવું એરફાઈબર બુક કરાવવું પડશે. કંપનીએ એર ફાઈબર બ્રોડબેન્ડ માટે બુકિંગ ચાર્જ માત્ર 50 રૂપિયા રાખ્યો છે. આ સાથે એરફાઇબર ફ્રીડમ ઓફર હેઠળ યુઝર્સને 3 મહિનાના પ્લાન સાથે 30 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. Jioનો એર ફાઈબરનો આ પ્લાન 2121 રૂપિયામાં મળશે. આમાં વપરાશકર્તાઓને 800 થી વધુ ડિજિટલ ટીવી ચેનલો, 13 થી વધુ OTT એપ્સ અને અનલિમીટેડ વાઇફાઇ (દર મહિને 1000GB ડેટા FUP મર્યાદા સાથે) મળશે.

ADVERTISEMENT
વધુ વાંચો : GPS સિસ્ટમથી ટોલ ટેક્સ શરૂ, તો હવે FASTag નું થશે? જાણો સવાલનો જવાબ
3599 વાળો પ્લાન
ADVERTISEMENT
AirFiber બુક કરનારા નસીબદાર વપરાશકર્તાઓને આ વાર્ષિક પ્લાન મફતમાં મળશે. આ પ્લાનમાં દરરોજ 2.5 GB હાઇ સ્પીડ ડેટા મળે છે. આ સિવાય યુઝર્સને ફ્રી અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ મળશે. વધુમાં, આ પ્લાન દેશભરમાં કોઈપણ નેટવર્ક પર દરરોજ 100 ફ્રી SMS અને ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.