બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / GPS સિસ્ટમથી ટોલ ટેક્સ શરૂ, તો હવે FASTag નું થશે? જાણો સવાલનો જવાબ

તમારા કામનું / GPS સિસ્ટમથી ટોલ ટેક્સ શરૂ, તો હવે FASTag નું થશે? જાણો સવાલનો જવાબ

Last Updated: 01:47 PM, 15 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ટૂંક સમયમાં જીપીએસ આધારિત ટોલ સેટેલાઇટ ટેક્સ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. તો પ્રશ્ન એ છે કે આ પછી ફાસ્ટેગનું શું થશે? ચાલો તેના વિશે જાણીએ..

જ્યારે પણ કોઈ વ્યક્તિ એક શહેરથી બીજા શહેરમાં કાર દ્વારા મુસાફરી કરે છે, ત્યારે તેણે હાઈવે અને એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝામાંથી પસાર થવું પડે છે. એક સમય એવો હતો જ્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે રોકડ દ્વારા પેમેન્ટ કરવું પડતું હતું, જેના કારણે ટોલ પ્લાઝા પર લાંબી લાઇન લાગતી હતી. એ બાદ સરકારે ફાસ્ટટેગ લાવ્યું અને હવે એક પગલું આગળ વધીને, સરકાર ટૂંક સમયમાં જીપીએસ ટોલ સિસ્ટમ શરૂ કરવાની છે.

FASTAG

સરકારે આ માટે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) લાવી છે અને આ GNSS સિસ્ટમ સીધી સેટેલાઇટથી કામ કરશે. આ સિસ્ટમ જીપીએસ પર આધારિત હશે અને જીપીએસની મદદથી સેટેલાઇટથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.

PROMOTIONAL 12

જે વાહનમાં GNSS સિસ્ટમ લગાવવામાં આવ્યું હશે એ ગાડીને કોઈ ટોલ ગેટ પર ઊભું નહીં રહેવું પડે. GNSS સિસ્ટમમાં જો તમારું વાહન નેશનલ હાઈવે પર પહોંચે છે તો તમે પૈસા વગર માત્ર 20 કિલોમીટર સુધી જ મુસાફરી કરી શકો છો અને તમારું વાહન 20 કિમીની સફર પૂર્ણ કરે કે તરત જ ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ થઈ જશે. હાલમાં પસંદગીના વાહનો પર જીપીએસ ટોલ ટેક્સ લગાવવામાં આવશે.

ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમમાં તમારે એટલો જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે જેટલું તમારું વાહન નેશનલ હાઇવે અથવા એક્સપ્રેસવે પર ચાલશે. આ સિવાય આ સિસ્ટમને કારણે તમારા વાહનનું રિયલ ટાઈમ લોકેશન પણ જાણી શકાશે. તો બીજી તરફ ટોલ ટેક્સ બૂથ પર સમય પણ બચી જશે અને ટ્રાફિકથી પણ રાહત મળશે. હવે પ્રશ્ન એ છે કે શું હવે ફાસ્ટટેગ બંધ થઈ જશે?

વધુ વાંચો: તમે લોનના ચક્કરમાં ફસાયા હોય તો ટેન્શન છોડો! આ ફોર્મ્યુલાથી ફટાફટ પતાવો લોન

આ પ્રશ્નનો જવાબ છે ના. ફાસ્ટ ટેગને સમાપ્ત થવામાં સમય લાગશે, નવી સિસ્ટમની રજૂઆત પછી પણ હાઇબ્રિડ સિસ્ટમ ચાલુ રહેશે. હાલમાં, ટેક્સ વસૂલાત માટે ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવેલ ફાસ્ટેગ સિસ્ટમ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેગ પર કામ કરે છે, જે આપમેળે ટોલ વસૂલ કરે છે. હાલમાં ફાસ્ટેગ બંધ કરવાને લઈને સરકાર તરફથી આવી કોઈ વાત કહેવામાં આવી નથી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Satellite Toll Tax System GPS Toll Collection FASTag
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ