બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MGVCLની બેદરકારીએ 7 વર્ષીય બાળકીની લીધો જીવ, સ્થાનિકોમાં રોષ
Last Updated: 08:08 AM, 22 June 2026
છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામમાં MGVCLની કથિત બેદરકારીના કારણે એક નિર્દોષ બાળકનો જીવ ગયો હોવાનો ગંભીર આરોપ ઉઠ્યો છે. ગામમાં વીજ કરંટ લાગતા માત્ર 7 વર્ષીય વિનુ રાઠવાનું કરૂણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, ઓડ ગામમાં MGVCLની વીજ લાઈનનો તાર લાંબા સમયથી નીચે લટકી રહ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ આ અંગે અનેક વખત વીજ કંપનીને રજૂઆત કરી હતી અને તારને તાત્કાલિક રિપેર કરવા માંગ કરી હતી. જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.
ADVERTISEMENT
આ દરમિયાન ગામમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. વીજ લાઈનનો તાર નીચે પડેલો હોવાથી 7 વર્ષીય વિનુ રાઠવા તેના સંપર્કમાં આવી ગયો હતો. તારમાંથી પસાર થઈ રહેલા વીજ પ્રવાહના કારણે બાળકને ગંભીર કરંટ લાગ્યો હતો. ઘટનાના પગલે બાળકને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કરંટ એટલો ગંભીર હતો કે તેનું મોત નીપજ્યું હતું.

ADVERTISEMENT
બાળકના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં આક્રંદનો માહોલ સર્જાયો હતો. ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર વીજ લાઈનનું સમારકામ કરવામાં આવ્યું હોત તો આજે એક નિર્દોષ બાળકનો જીવ બચી શક્યો હોત. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે MGVCLને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં ખામીયુક્ત વીજ તારને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. લોકોનું માનવું છે કે આ ઘટના માત્ર અકસ્માત નહીં પરંતુ તંત્રની બેદરકારીનું પરિણામ છે.
ADVERTISEMENT
ઘટનાને પગલે ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ મૃતક બાળકના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે અને ગામની તમામ જોખમી વીજ લાઈનોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.