બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવી GPS સિસ્ટમથી ટોલ ટેક્સ શરૂ, તમારી કારનો કેવી રીતે કપાશે ટોલ? જાણો વિગતે
Last Updated: 05:34 PM, 14 September 2024
આ ટેકનોલોજીના જમાનામાં દરરોજ નવી નવી સિસ્ટમ આવી રહી છે. તમને ખ્યાલ જ હશે કે અત્યાર સુધી ટોલ વસૂલાત માટે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારબાદ હવે જીપીએસ સિસ્ટમ દ્વારા ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ થયું છે. હાલમાં તેને હરિયાણાના પાણીપત-હિસાર નેશનલ હાઈવે 709 પર હાઈબ્રિડ મોડ પર શરૂ કરવામાં આવ્યું છે. જો તમારું વાહન નેશનલ હાઈવે પર પહોંચે છે તો તમે પૈસા વગર માત્ર 20 કિલોમીટર સુધી જ મુસાફરી કરી શકો છો. હાલમાં પસંદગીના વાહનો પર જીપીએસ ટોલ ટેક્સ લગાવવામાં આવશે.
ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે જો તમારું વાહન જીપીએસ ટોલ ટેક્સ હેઠળ નેશનલ હાઈવે પર પહોંચે છે, તો તમે ચૂકવણી કર્યા વિના માત્ર 20 કિમી સુધી જ મુસાફરી કરી શકો છો. હાલમાં જીપીએસ ટોલ ટેક્સ માત્ર પસંદગીના વાહનો પર જ લાગુ થશે. આ માટે તમારે તમારા વાહનમાં કયા ફેરફારો કરવા પડશે? અહીં અમે તમને GPS ટોલ ટેક્સમાં થતી સમસ્યાઓ વિશે પણ જણાવી રહ્યા છીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે આ સિસ્ટમને ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ નામ આપ્યું છે. આ સિસ્ટમ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર ‘પે એઝ યુ યુઝ’ના ધોરણે ટોલ ટેક્સ વસૂલશે. આ ટોલ સિસ્ટમમાં તમારું GNSS સજ્જ વાહન ફક્ત 20 કિમી સુધી મફતમાં દોડી શકશે. તમારું વાહન 20 કિમીની સફર પૂર્ણ કરે કે તરત જ ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ થઈ જશે.

ADVERTISEMENT
ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમમાં તમારે એટલો જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે જેટલું તમારું વાહન નેશનલ હાઇવે અથવા એક્સપ્રેસવે પર ચાલશે. આ સિવાય આ સિસ્ટમને કારણે તમારા વાહનનું રિયલ ટાઈમ લોકેશન પણ જાણી શકાશે. તો બીજી તરફ ટોલ ટેક્સ બૂથ પર સમય પણ બચી જશે અને ટ્રાફિકથી પણ રાહત મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમમાં જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. ટનલ અને ઘાટ વિભાગોમાં GNSS ટોલ સિસ્ટમમાં સિગ્નલની સમસ્યા હશે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સેટેલાઇટ સિગ્નલ પર નિર્ભર રહેશે. આવી સ્થિતિમાં ખરાબ હવામાનમાં મુશ્કેલી આવી શકે છે. આ સાથે GNSS વાહનની મૂવમેન્ટને ટ્રેક કરશે જેના કારણે પ્રાઈવસીની ચિંતા રહેશે.
વધુ વાંચો : હવે 14 સપ્ટેમ્બર નહીં, આ તારીખ સુધી અપડેટ કરાવી શકશો તમારું આધાર કાર્ડ, જાણો લાસ્ટ તારીખ
GNSS ટોલ સિસ્ટમ હાલમાં ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ફાસ્ટેગ દ્વારા જ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. ફાસ્ટેગ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન અથવા RFID ટેક્નોલોજી પર કામ કરે છે. આ ટેક્નોલોજી દ્વારા ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલા કેમેરા સ્ટીકરના બાર કોડને સ્કેન કરે છે અને ફાસ્ટેગ વોલેટમાંથી ટોલ ફી આપમેળે કપાઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.